Western Times News

Gujarati News

વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ

ભાવનગર, ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. છેલ્લાં બે ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જાેવા મળી રહ્યું છે.

ત્યારે ભાવનગર સહિત ગીરગઢડા વિસ્તારમાં પણ માવઠું પડ્યું હતું. રવિવારની મોડી રાત સુધી ગીરગઢડા, ઉના અને ગીર પંથકમાં ભારે પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન અહીં ચારથી પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઉનાળુ પાક અને કેસર કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું. ઉભા પાક પર પાણી ફરી વળ્યું હતું.

ભાવનગર શહેર અને જિલ્લામાં સોમવારે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સોમવારે પણ અહીં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે જાેરદાર વરસાદ પડ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તો સાવરકુંડલા અને અમરેલી જિલ્લામા પણ વરસાદ પડ્યો હતો.

રવિવાર બપોર બાદ ભાવનગર, ઉના, ગીરગઢડા, ગીર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રવિવારે બપોર બાદ શરુ થયેલો વરસાદ મોડી રાત્રી સુધી ચાલ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અહીં વરસાદ તૂટી પડ્યો હતો.

અહીં ચારથી પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જે બાદ ખેડૂતોના ઉનાળુ પાક અને કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. નાધેર પંથકમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ પડ્યો હતો. અહીં કરા સાથે પણ વરસાદ જાેવા મળ્યો હતો. તો પાતાપુરમાં ચાર, મોઠામાં બે, સનખડા અને ગાંગડામાં દોઢ ઈંચ વરસાદ જાેવા મળ્યો હતો.

સાથે જ સીમરમાં ત્રણ ઈંચ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય ગોહિલવાડમાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો.

ભાવનગર વિસ્તારમાં પણ મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપરાંત મોડી સાંજે અચાનક વાતાવરણનો મિજાજ બદલાયો હતો અને ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગર વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.

સિંહોર તાલુકાના ટાણા, વરલ, થાળા, બેકડી, ગુંદાળા, લવરડા, બુઢણા, અગિયાણી, દેવગાણા, વાવડી, રાજપરા, બોરડીમાં ધોધમાર વરસાદ બાદ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો માવઠાના પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જાેવા મળી હતી. ખેડૂતોને પોતાના પાક નિષ્ફળ જાય એવો ડર સતાવી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.