Western Times News

Gujarati News

હિરોઇન જેવી ખૂબસૂરત છે “ગદર ૨”ના ડાયરેક્ટરની લાડલી

મુંબઈ, ફિલ્મ સ્ટાર્સની સાથે ડિરેક્ટરના બાળકો પણ ચર્ચામાં રહેતાં હોય છે. ઘણા સ્ટાર કિડ્‌સ તેમની સુંદરતા અને સ્માર્ટનેસ માટે જાણીતા છે. તે જ સમયે, ઘણા ડાયરેક્ટર્સની દીકરીઓ એવી પણ છે જે હજી સુધી મોટા પડદા પર જાેવા મળી નથી, પરંતુ સુંદરતામાં બોલિવૂડની એક્ટ્રેસીસને પણ માત આપે છે.

તેમાંથી એક ફેમસ ડિરેક્ટર અનિલ શર્માની દીકરી છે. અનિલ શર્મા આ દિવસોમાં પોતાની ફિલ્મ ગદર ૨ને લઈને ચર્ચામાં છે. તેમની લાડલીનું નામ કેરવિના શર્મા છે. ફિલ્મ ગદર ૨ની જબરદસ્ત ચર્ચા છે. તેમાં ડાયરેક્ટર અનિલ શર્માનો દીકરો ઉત્કર્ષ શર્મા પણ કામ કરી રહ્યો છે. ઉત્કર્ષની હેન્ડસમ પર્સનાલિટી તો તમે જાેઇ જ હશે.

પરંતુ શું તમે ડાયરેક્ટર અનિલ શર્માની દીકરીને જાેઇ છે? કેરવિના શર્મા એટલી ખૂબસૂરત છે કે તેની ખૂબસૂરતી સામે બોલિવૂડની ઘણી હસીનાઓ પણ પાણી ભરે. નવાઈની વાત એ છે કે કેરવિના શર્મા એક સિંગર અને મ્યુઝિક કમ્પોઝર છે. જેણે પોતાના અનેક ગીતોથી લોકોના દિલ જીતી લીધા છે. કેરવિનાના શાર્પ ફીચર્સ, મિલિયન ડોલર સ્માઇલ કોઇને પણ તેના દિવાના બનાવવા માટે પૂરતાં છે.

પોતાના ભાઇની જેમ કેરવિનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગને પોતાનું કરિયર ઓપ્શન સિલેક્ટ નથી કર્યુ. તે મ્યુઝિશિયન તરીકે ઘણી સક્સેસફુલ છે. કેરવિના શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની સારી ફેન ફોલોઈંગ છે.

કેરવિના શર્માના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. અનિલ શર્માની ફિલ્મ ગદર ૨ની વાત કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ પૂરું થયું છે.

જેમાં એક્ટર સની દેઓલ લીડ રોલમાં જાેવા મળશે. ફિલ્મના શૂટિંગની જાહેરાત બાદ ગદર ૨ની રાહ જાેઈ રહેલા દર્શકો પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. તારા સિંહને ફરી એકવાર મોટા પડદા પર જાેવા માટે ઘણા ફેન્સ ઉત્સાહિત છે. સની દેઓલની ‘ગદર ૨’ આ વર્ષે ૧૧ ઓગસ્ટના રોજ રીલિઝ થવા જઈ રહી છે. તે વર્ષ ૨૦૦૦માં આવેલી ગદરની સિક્વલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.