Western Times News

Gujarati News

ગુજરાતના ૧૨ જિલ્લામાં સોમનાથના વસ્ત્ર અને મહાપ્રસાદનું વિતરણ

(એજન્સી)સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની વદ તેરસને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. શિવરાત્રિના હજારો ભક્તોની મેદની વચ્ચે જ્યોતપૂજન, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. Distribution of clothes and Mahaprasad of Somnath in 12 districts of Gujarat

પરંતુ આ સાથે જ માસિક શિવરાત્રી પર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં કાર્ય કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે. ૧૮ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલ હતો.

જેમાં પ્રત્યેક માસિક શિવરાત્રી પર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ દિવ્યાંગ ગૃહોમાં સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવના મહાપ્રસાદ સ્વરૂપે લાડુ અને ચીકી નું વિવિધ જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી વિતરણ કરવામાં આવે છે.

સામાન્ય રીતે જ્યારે શિવરાત્રીનો પર્વ અને સોમનાથ આ બે શબ્દો એક સાથે જ્યારે આવે એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પટાંગણમાં લોકો હર હર ભોલે ઓમ નમઃ શિવાય નો નાદ કરતા નજરે પડે, સોમનાથ મહાદેવના અલૌકિક શૃંગારના દર્શન, મંદિર પરિસરમાં વેદપાઠી બ્રાહ્મણો દ્વારા શ્લોકો ના ઉચ્ચારણ, દિવસ દરમિયાન થતી પૂજાઓ,

મહા આરતી આવું જ ભાતચિત્ર આપણા માનસપટ પર સર્જાતું હોય છે. પરંતુ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રી પર માનવતાની પૂજા નો પ્રારંભ કર્યો છે. જેમનું કોઈ નથી તેમની સાથે સોમનાથ મહાદેવનો આશીર્વાદ છે એ વાતની અનુભૂતી કરાવવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ધાર કર્યો છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, પાટણ, મહીસાગર, ખેડા,નર્મદા મળી કુલ ૮ જિલ્લામાં વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ નું વિતરણ કરાયું હતું. ત્યારે ફાગણ માસની માસિક શિવરાત્રી પર રાજ્યના ભાવનગર, મોરબી, પોરબંદર, અને વડોદરા મળી વધુ ૪ જિલ્લામાં આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ.

જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત જિલ્લાઓના કલેક્ટરઓ અને અધિકારીઓનો સંપર્ક કરીને તેઓને સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ અગાઉ પહોંચાડવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.