Western Times News

Gujarati News

રાહુલ ગાંધીના સદસ્યતા રદ કરવાના મુદ્દે ગુજરાત કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ૪ વર્ષ પહેલાં દક્ષિણ ભારતના કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીમાં તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસમાં ૩ દિવસ અગાઉ સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ બાદ લોકસભામાંથી સદસ્યતા પદ રદ કરાયું હતું. Gujarat Congress hits out at BJP over cancellation of Rahul Gandhi’s membership

આ મામલે આજે ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રવકતાએ નડિયાદ ખાતે બોલાવેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને અમે અત્યાર સુધી સાંસદમાં લડાઈ લડતા તે હવે સડક પર લડીશું તેમ કહ્યું છે.

ઉપરાંત અદાણી પોર્ટ પરથી લાખો, કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસોમાં કેમ કોઈ તપાસ નથી કરાતી તેવા સવાલો ઉઠાવ્યો હતો.કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીના પાર્લામેન્ટ સદસ્યતા રદ્દ કરવાના મામલે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રવકતા ડો. અમીત નાયક, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માલસિંહ રાઠોડ, કાર્યકારી પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી, નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશ કોગ્રેસના પ્રવકતાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, ખોટો ઉપજાવી કાઢેલો કેસ છે,

જે સ્પિચ દક્ષિણ ભારતમાં આપી હતી તે સ્પિચને આધાર બનાવીને ગુજરાતના સુરતમાં માનહાનીનો કેસ દાખલ કરાયો હતો. ભારતીય જનતા પાર્ટી નેતાને આ સ્પિચ સાથે સિધો કોઈ લગાવ કે આક્ષેપ નથી એવા વ્યક્તિએ રાહુલ ગાંધી પર બદનક્ષીનો કેસ કરે છે અને નીચલી કોર્ટમાં જે બાબત આવતી નથી

એવી કોર્ટમાં તાબડતોડ આ કેસ ચલાવવામાં આવે છે અને ચુકાદો આપી દેવામાં આવે છે. આવા બદનક્ષીમાં કેસમાં કાયદો કહે છે કે, ઓછામાં ઓછી સજા થાય તે ધ્યાન રાખવું જાેઈએ.વધુમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું કે, અમે અત્યારસુધી સાસંદમા લડતા હતા પણ હવે સડક પર લડીશું,

અમારો એટલે કે, જનતાનો અવાજ દબાવી શકશે નહી. આવનાર દિવસોમાં આક્રમક કાર્યક્રમો આપીશું અને વારંવાર સવાલો ઉઠાવતા રહીશું. તેઓએ જણાવ્યું કે, ગુજરાતના જે અદાણી પોર્ટ પરથી લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની તપાસ કેમ નથી કરવામાં આવતી જે અદાણીએ કરોડો રૂપિયાનું ધોવાણ કર્યું છે

કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે તેની સામે કાર્યવાહી કેમ નથી કરાતી, સરકારી સંસ્થાઓ પણ કોઈ કાર્યવાહી કેમ નથી કરી રહી તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.