Western Times News

Gujarati News

Master Chef India:ગુરકિરત-કમલદીપના એલિમિનેશનને લોકોએ પક્ષપાતી ગણાવી દીધું

મુંબઈ, Master Chef India 7 શરૂ થયો ત્યારથી વિવાદમાં છે. જજ રણવીર બ્રાર, વિકાસ ખન્ના અને ગરીમા અરોરા પર અરુણા વિજયની તરફેણ કરવાનો આરોપ ઘણીવાર લાગતો રહે છે. આ માટે તેઓ ટ્રોલ પણ થાય છે.

રિયાલિટી શોનું ગ્રાન્ડ ફિનાલે ૩૧ માર્ચે યોજાશે અને આ પહેલા ગુરકિરત સિંહ અને કમલદીપ કૌર તેમ બે કન્ટેસ્ટન્ટ્‌સ એલિમિનેટ થયા છે. આ સાથે શોને અરુણા વિજય, શાંતા શર્મા, નયનજ્યોતિ સાઈકિયા અને સુર્વર્ણા બાગુલ તેમ ટોપ-૪ કન્ટેસ્ટન્ટ્‌સ મળી ગયા છે.

વિકાસ ખન્નાએ હાલમાં એલિમિનેટ થયેલા બે કન્ટેસ્ટન્ટ્‌સ સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘હવેથી નવી જર્ની શરૂ કરવા જઈ રહેલા અમારા બે ચેમ્પિયનને અભિનંદન. પ્રેમ અને આદર.

તમે ભારતને ગૌરવ અપાવતા રહો. ફોરએવર વી. ટોપ-૪ કન્ટેસ્ટન્ટ્‌સને જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ફરીથી નારાજ થયા હતા અને અરુણા પ્રત્યે પક્ષપાત કરવા માટે ટ્રોલ કર્યા હતા. એક યૂઝરે લખ્યું હતું કમલદીપ કૌર અરુણા કરતાં સારી હતી.

જાે રણવીર ન હોત તો અરુણા જ બહાર થઈ હોત. કમલદીપની સરખામણીમાં અરુણા મર્યાદીત ડિશ બનાવતી આવી છે, જેમાં વેજ અને નોનવેજ એમ બંનેનો સમાવેશ થાય છે. શેફ બનવાની ઈચ્છા ધરાવતી અરુણાએ બંને ડિશ બનાવવી જાેઈએ.

રણવીર અથવા અન્ય જજ અરુણા સાથે બાળક જેવું વર્તન કરતાં આવ્યા છે અને ક્યારેય પણ ટિકા કરી નથી. આ પક્ષપાતી શો છે. જાે રણવીર ન હોત તો અરુણાની આટલી કાળજી કોઈ ન લેત’. એક યૂઝરે લખ્યું હતું ‘આ બરાબર નથી. કમલદીપનું એલિમિનેશન ગેરવ્યાજબી છે. જાે કોઈ શેફ એક ડિશ ખરાબ કરે તો શું તમે તેને રેસ્ટોરાંમાંથી બહાર કરશો? મને લાગે છે કે આ શો જાેઈને મારો સમય બગાડ્યો’.

અન્ય એકે લખ્યું હતું ‘આ અદ્દભુત છે. પરંતુ મારી એક ફરિયાદ છે. વેજિટેરિયનને આ શોનો ભાગ બનવાની ક્યારેય તક મળી નથી. આ માત્ર નોનવેજ લોકો માટે છે. અલ્ટિમેટ પ્રેશર ટેસ્ટ ચેલેન્જમાં હોમ શેમને પોપ્યુલર અને જાણીતા શેફ સારાંશ ગોલિયાની ડિશ રિક્રિએટ કરવાની હતી.

આ ચેલેન્જમાં હોમ શેફને ‘૧૦૦ સ્ટેપ પ્રેશર ટેસ્ટ’માં રાખવામાં આવ્યા હતા. શેફ સારાંશે ‘સફરનામા’ નામની ડિશ બનાવી હતી, જે અશોક ચક્રથી પ્રેરિત હતી. જેમાં મોટા કુલચા અને ઉત્તર, દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ ભાગને રજૂ કરતી ચાર અલગ-અલગ પ્રકારની સબ્જી હતી.

માસ્ટર શેફ ઈન્ડિયા શો છેલ્લે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે નયનજ્યોતિની તસવીર સેટ પરથી વાયરલ થઈ હતી, જેમાં તેના હાથમાં ગોલ્ડન ટ્રોફી જાેવા મળી હતી. આ પરથી તે જ વિનર બનવાનો હોવાની અટકળો વહેતી થઈ હતી. જાે કે, આ વાતમાં કેટલું તથ્ય છે તે ફિનાલેના દિવસે જ જાણવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.