Western Times News

Gujarati News

અર્ચના પુરણ સિંહની જગ્યા લેવા માગે છે સોનાલી બેંદ્રે ??

મુંબઈ, ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર્સના જજ ગીતા કપૂર, ટેરેંસ લુઈસ અને સોનાલી બેંદ્રે તેમજ હોસ્ટ જય ભાનુશાળી ‘ધ કપિલ શર્મા શો’ના અપકમિંગ એપિસોડના મહેમાન બનવાના છે. The Kapil Sharma Show

જેનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે કપિલ શર્મા તેમનું સ્ટેજ પર સ્વાગત કરે છે. તે સૌથી પહેલા સોનાલી સાથે વાત કરે છે અને કહે છે ‘તમે મારા શોમાં પહેલીવાર આવ્યા છો. તમે શું લેવાનું પસંદ કરશો ચા, કોફી કે અર્ચનાજીની ખુરશી?’ તેના જવાબમાં એક્ટ્રેસ કહે છે ‘હકીકતમાં હું અર્ચનાજીની ખુરશી લેવાનું પસંદ કરીશ’.

અર્ચના પુરણ સિંહ મજાકમાં કહે છે ‘અરે તમે લોકો પહેલા પોતાની તો ખુરશી સંભાળો યાર, મારી ખુરશી પાછળ કેમ પડ્યા છો?. બાદમાં કપિલ શર્મા બ્લેઝર પહેરીને આવેલી ગીતા કપૂર વિશે વાત કરે છે અને કહે છે ‘ગીતા હવે કોરિયોગ્રાફરમાંથી પ્રાઈવેટ બેંકની સીઈઓ બની ગઈ છે’, જેના જવાબમાં તે કહે છે ‘જ્યારથી મને કપિલના અકાઉન્ટ વિશે જાણ થઈ છે, ત્યારથી મેં તે બેંક સંભાળવાનું પસંદ કર્યું છે’.

કોમેડિયન ટેરેંસના આઉટફિટની પણ મજાક ઉડાવે છે અને કહે છે ‘શૂટ બાદ કોઈ પણ ઘરે નહીં જાય, આપણે બધા ટેરેન્સના પેન્ટ પર ચેસ રમીશું.

પ્રોમોમાં આગળ બિંદુની એન્ટ્રી થાય છે, જે ટેરેંસ અને ગીતાને કેટલાક ડાન્સ સ્ટેપ શીખવવા કહે છે કારણ કે તેનું માનવું છે કે જે કપલ સાથે ડાન્સ કરે છે તેઓ વધારે ક્લોઝ રહે છે. જેના પર કપિલ કહે છે ‘જાે આ વાત સાચી હોત તો ટેરેંસ અને ગીતા હજી સિંગલ ન હોત’.

જય જાેર-જાેરથી હસવા લાગે છે અને ટેરેંસ પર પડે છે. બિંદુ તેને આટલું હસવાનું કારણ પૂછે છે ત્યારે તે કહે છે ‘થોડા દિવસ પહેલા મને જાણ થઈ હતી કે શોમાં જે વધારે હસે છે તેને ફૂટેજ પણ વધારે મળે છે’. ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરની આ ત્રીજી સીઝન છે, જેમાં જજની ખુરશી પરથી મલાઈકા અરોરા ગાયબ છે અને સોનાલી બેંદ્રેંએ તેને રિપ્લેસ કરી છે.

જ્યારે નવી સીઝનની જાહેરાત કરવામાં આવી ત્યારે જજ તરીકે ટેરેંસ લુઈસ અને ગીતા કપૂર સાથે મલાઈકા પણ હતી પરંતુ લેટેસ્ટ પ્રોમોમાં તેની ગેરહાજરી જાેઈ લોકોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. તે આ વખતે કેમ નથી તે અંગે એક્ટ્રેસ કે મેકર્સ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે, સોનાલી અગાઉ ડીઆઈડી લિટલ માસ્ટર્સ અને ઈન્ડિયાસ બેસ્ટ ડ્રામેબાઝ જેવા રિયાલિટી શો જજ કરી ચૂકી છેે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.