Western Times News

Gujarati News

દીપિકા અને રણવીર સિંહનો જુઓ કેવો વીડિયો વાયરલ થયો !!

મુંબઈ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના બ્યૂટિફૂલ કપલમાંથી એક છે. બંને એકબીજા માટે ચીયર લીડરનો રોલ પ્લે કરે છે અને અવારનવાર કામના વખાણ કરતાં રહે છે. આ સિવાય સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ એકબીજાની પોસ્ટ પર ક્યૂટ કોમેન્ટ કરતાં રહે છે. થોડા મહિના પહેલા તેમની વચ્ચે કંઈક ઠીક ન હોવાની ખબર સામે આવી હતી. જે બંનેએ અફવા ગણાવીને ફગાવી હતી. Deepika and Ranveer Singh

પરંતુ ગત અઠવાડિયે એક ઈવેન્ટમાં હાજરી આપવા દરમિયાન રણવીરે જ્યારે પોતાનો હાથ દીપિકા માટે લંબાવ્યો તો તેણે તે પકડવાના બદલે પોતાની સાડીને છેડો સંભાળ્યો હતો. તેના પરથી બંનેના સંબંધોમાં તિરાડ પડી હોવાની ફરીથી ચર્ચા શરૂ થઈ હતી.

હવે, ઈવેન્ટની અંદરનો તેમનો વીડિયો વાયરલ થયો છે, જે તેમના સંબંધો યથાવત્‌ હોવાની ચાડી જાય છે. વાયરલ થયેલી ક્લિપમાં દીપિકા પાદુકોણને શાહરુખ સાથેની તેની ડેબ્યૂ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો આઈકોનિક ડાયલોગ બોલતી જાેઈ શકાય છે, તે કહી રહી છે ‘અગર કિસી ચીઝ કો સચ્ચે દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે આપસે મિલાને મે લગ જાતી હૈ’.

જે બાદ ત્યાં હાજર સૌ તાળીઓ પાડે છે અને ચીયર કરે છે. રણવીર તેના હાથમાંથી માઈક લઈ લે છે અને કહે છે ‘મુજસે પૂછો, ઈસકી ગેરેંટી દે સકતા હું મેં’. ફેન્સને પણ આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે અને બંનેને ક્યૂટ ગણાવ્યા છે. કેટલાક ફેન્સે રેડ હાર્ટ ઈમોજી પણ ડ્રોપ કર્યા છે.

જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પહેલી મુલાકાત ૨૦૧૨માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામ-લીલા’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને ડેટિંગ શરૂ કર્યું હતું. છ વર્ષના રિલેશન બાદ ૨૦૧૮માં કપલે ઈટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા. અત્યાર સુધીમાં બંને બાજીરાવ-મસ્તાની, પદ્માવતી તેમજ ૮૩ જેવી ફિલ્મોમાં સાથે સ્ક્રીન શેર કરી ચૂક્યા છે.

આ સિવાય રણવીરની ફિલ્મ ‘સર્કસ’માં દીપિકા કેમિયો પણ કરી ચૂકી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ હાલ સાઉથ સ્ટાર પ્રભાસ સાથે પ્રોજેક્ટ કેમાં કામ કરી રહી છે, જેમાં અમિતાભ બચ્ચન અને દિશા પાટની પણ મહત્વના રોલમાં છે.

આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે તેવી શક્યતા છે. આ સિવાય તેની પાસે હૃતિક રોશન સાથેની ફાઈટર પણ છે. બીજી તરફ, રણવીર સિંહ કરણ જાેહરની ફિલ્મ ‘રૌકી ઓર રાની કી પ્રેમ કહાણી’માં આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતો જાેવા મળશે. તે ડિરેક્ટર શંકર શાન્મુઘમની અનટાઈલ્ડ ફિલ્મનો ભાગ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.