Western Times News

Gujarati News

IPL: ૩ હજાર પોલીસ અને 800 ખાનગી સિક્યુરીટી તૈનાત: ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદઃ આઈપીએલનો આજથી પ્રારંભ -ઓપનિંગ સેરેમનીમાં ફિલ્મ જગતની હસ્તીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી પહોચવા આ વખતે ફ્રી શટલ સર્વિસ પણ રાખવામાં આવી છે.

અમદાવાદ, IPL2023નો ૩૧ માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. આ તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. વાત જાણે એમ છે કે, આઈપીએલ મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

વિગતો મુજબ પ્રથમ મેચના દિવસે આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા પરફોર્મન્સ કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ-૨૦૨૩ની પ્રથમ મેચ રમાશે. આ તરફ હવે મેચ પહેલા સ્ટેડિયમની બહાર ટી-શર્ટનું વેચાણ શરૂ થઈ ગયું છે.

 

જેમાં મુંબઈ, દિલ્લી અને કોલકાતાના વેપારીઓ ટી-શર્ટનું વેચાણ કરવા આવી પહોંચ્યા છે. જેમાં હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીની ટી-શર્ટ હોટ ફેવરિટ હોવાનું સામે આવ્યું છે.

૩૧ માર્ચે આઈપીએલ મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવવાની છે જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ના થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.

સ્ટેડિયમમાં ઉચ્ચ અધિકારીઓ સહિત ૩ હજાર જવાન તૈનાત રહેશે..આ ઉપરાંત પાર્કિંગની અગવડ ના પડે તે માટે ૨૦ પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે..

પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી પહોચવા આ વખતે ફ્રી શટલ સર્વિસ પણ રાખવામાં આવી છે. આઈપીએલ સિરીઝ દરમિયાન સ્ટેડિયમ નજીક આવેલ જનપથ ટી થી મોટેરા સુધી રોડ બંધ રહેશે.જેને લઈ શહેર પોલીસ કમિશનર જાહેરનામું પાડ્યું છે.

અમદાવાદમાં ૩૧ માર્ચે આઈપીએલ શરૂ થવાની છે જે માટે પોલીસે જે પ્લાન બનાવ્યો છે..જેમાં સ્ટેડિયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૩ હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત ૮૦૦ જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહેશે.

બપોરે ૨ વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે જેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ઓએનજીસી થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ૩ વાગે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે જેથી બપોરે ૨ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી રસ્તો બંધ કરી દેવામાં આવશે.

જેમાં લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે બીઆરટીએસની ૨૯ બસ વધારવામાં આવી છે.આ ઉપરાંત એએમટીએસના રુટ પણ વધારવામાં આવ્યા છે. મેટ્રો પણ રાતે ૨ઃ૩૦ વાગ્યા સુધી ચાલશે.દર ૮ થી ૧૦ મિનિટે મેટ્રો ટ્રેન આવશે.

નોંધનીય છે કે એપ્રિલની તારીખ ૯,૧૬,૨૫ અને મે મહિનામાં તારીખ ૨,૭,૧૫ મે ના રોજ મોટેરા સ્ટેડિયમ આઈપીએલ મેચ રમાવાની છે. ટ્રાફિક વિભાગના ડીસીપી નીતા દેસાઈ (Traffic DCP Nita Desai) કહેવું છે કે મેચ દરમિયાન સૌથી વધુ સમસ્યા પાર્કિગની ઉભી થતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.