Western Times News

Gujarati News

તાંત્રિકે વિધિના નામે યુવતીના 80 હજારના સોનાના દાગીના પડાવ્યા

gold bengles jewellary

પ્રતિકાત્મક

એક યુવતીનું બ્રેકઅપ થતા તાંત્રિકનો લીધો હતો સહારો તાંત્રિકે પ્રેમી પાછો મેળવવાની લાલચ આપી હતીઃ તાંત્રિકે વિધિના નામે યુવતીના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો

અમદાવાદ,  શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે તાંત્રિકે જબરી છેતરપિંડી કરી હતી. આ યુવતી કૉલેજના કરે છે અને સાથે સાથે એક કંપનીમાં નોકરી કરે છે. પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયા બાદ યુવતી તેને પાછો મેળવવા માગતી હતી.

જે બાદ યુવતીએ એક તાંત્રિકનો સહારો લીધો હતો, પણ તેને ભારે પડી ગયુ હતું. પ્રેમીને વશ કરવા માટે તાંત્રિક પાસે ગયેલી આ યુવતી ફસાઈ ગઈ હતી. આ ઠગ તાંત્રિકે વિધિના નામે યુવતી પાસેથી દાગીના ઉતરાવી લીધા હતા. એ પછી યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

જે બાદ તેણે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ ઠગ તાંત્રિકને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બે લાખના દાગીના પણ કબજે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને વશીકરણ અને વિવિધ તાંત્રિક વિધિના નામે લોકોને ઠગ્યા હતા. ત્યારે પોલીસે આરોપી તાંત્રિકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે, સાબરમતી વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય હિન (નામ બદલ્યું છે) એમબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે હિના ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કંપનીમાં કામ કરતા એક યુવક સાથે યુવતીને પ્રેમ થઈ ગયો હતો.

થોડો સમય સુધી આ પ્રેમ સંબંધ ચાલ્યો હતો અને પછી બ્રેકઅપ થઈ ગયું હતું. જે બાદ યુવતીએ તેના પ્રેમીને મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તે માની રહ્યો નહોતો. જે બાદ યુવતી ખૂબ જ દુઃખી હતી. આ દરમિયાન યુવતીનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે જ્યોતિષ રાણા સાથે સંપર્ક થયો હતો.

બાદમાં ઠગ રાણાએ યુવતીને એવા ઠાલા વચનો આપ્યા હતા કે તે તેને પ્રેમીને મનાવી આપશે, પણ એના માટે તેની પાસે રહેલાં સોનાના દાગીના પર વિધિ કરવી પડશે. યુવતી પણ આ ઠગની વાતોમાં આવી ગઈ હતી. એ પછી ઠગ તાંત્રિકે યુવતીને વિધિ માટે નારણપુરા વિસ્તાર નજીક બોલાવી હતી.

બાદમાં યુવતી પાસે રહેલાં ૮૦ હજારના સોનાના દાગીના વિધિના બહાને લઈ ગઈ ગયો હતો. બીજા દિવસે યુવતે ઠગ રાણાને ફોન કર્યો હતો પણ તેનો ફોન સ્વિચઓફ આવતો હતો. જે બાદ યુવતીને અહેસાસ થયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. બાદમાં યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરીને આ ઠગ તાંત્રિકને ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે ઠગની પૂછપરછ કરી તો તેણે કબૂલ્યું કે, તે મૂળ મહેસાણાનો વતની છે અને તેનું નામ રાણા ઉર્ફે રાજુ ભાર્ગવ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું અને વશીકરણ તથા તાંત્રિક વિધિના નામે તે લોકોને લૂંટતો હતો.

જે બાદ પોલીસે તેની પાસેથી રુપિયા બે લાખના દાગીના પણ કબજે કર્યા હતા. આ મામલે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે અને આરીતે તાંત્રિકે કેટલાં લોકોને લૂંટ્યા છે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.