Western Times News

Gujarati News

વાંકાનેરના પેલેસમાં થયું છે સારા ખાનની મૂવીનું શૂટિંગ

મુંબઈ, તાજેતરમાં હોટસ્ટાર પર એક બોલીવુડ થ્રીલર ફિલ્મ રીલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ છે ગેસલાઇટ. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થયું છે. ગેસ લાઇટ ફિલ્મ, ડીઝની પ્લસ હોટસ્ટાર પર રીલીઝ થઈ છે. તેમાં મુખ્ય ભૂમિકામાં છે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન.

સાથે વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંઘ પણ છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલો પેલેસ વાંકાનેરનો રતન પેલેસ છે. જાે કે રસપ્રદ વાત તો એ છે કે ફિલ્મમાં પણ રાજા રતન સિંઘની વાત કરવામાં આવી છે. એટ્‌લે પેલેસના નામ સાથે ફિલ્મની પૂર્વભૂમિકા ક્યાંક સ્પર્શતી હોય એવું જણાઈ આવે છે. ગેસલાઇટ ફિલ્મની શરૂઆતમાં એક જ સીન આવે છે જેમાં મોરબીનું રેલ્વે સ્ટેશન બતાવવામાં આવ્યું છે.

ગુજરાતીમાં મોરબી લખેલું પણ દર્શાવવામાં આવ્યું છે. જે ગુજરાતી દર્શકોને આકર્ષી શકે છે. ગેસલાઇટ ફિલ્મના ડાયરેક્ટર છે પવન કૃપલાની, જેમણે આ પહેલા રાગિની એમએમએસ અને ફોબિયા જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. હોરર થ્રીલર ફિલ્મો બનાવવામાં તેઓની માસ્ટરી છે. આ ફિલ્મ પણ આ જ જાેનરની છે. અને દર્શકોને ખાસ્સી આકર્ષી શકી છે.

અગાઉ દિગ્ગજ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની એક ફિલ્મ મટરૂ કી બીજલી કા મંડોલાનું શૂટિંગ પણ વાંકાનેરના રણજીત પેલેસમાં કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન, ચિત્રાંગદા સિંઘ, અને વિક્રાંત મેસી જેવા સ્ટાર કલાકારો રાજકોટ હવાઈ મુસાફરી કરીને આવ્યા હતા અને મોરબીમાં તેઓને હોટેલમાં રાખવામા આવ્યા હતા. રણજીત વિલાસ પેલેસ એક અદ્ભુત વારસો કહી શકાય એવો ઉત્તમ મહેલ છે.

ગઢીયો ટેકરીઓ પર આવેલો રણજીત વિલાસ પેલેસનો નજારો અદ્ભુતછે. તે મહારાણા રાજ શ્રી અમરસિંહજી દ્વારા બનાવવામાં આવ્યો હતો જે વાંકાનેર રાજવી પરિવારના છેલ્લા શાસક હતા.

આ સ્થળ ૧૯૦૭માં ઈન્ડો-સાર્સેનિક અથવા ઈન્ડો-ગોથિક શૈલીમાં બાંધવામાં આવ્યું છે. ઈટાલિયન માર્બલ, બર્મા ટીક એન્ટીક ફર્નિચર, ઈંગ્લિશ સ્ટેન ગ્લાસ, આરસના ફુવારાઓ, મુરાનો ઝુમ્મર અને હાથથી વણાયેલા કાર્પેટ સાથેના આંતરિક ભાગો તમને અહીં શાહી ભવ્યતાના સમયમાં પાછા લઈ જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.