Western Times News

Gujarati News

પતિ નિક સાથે રિક્ષામાં બેસી ડેટ પર ગઈ પ્રિયંકા ચોપરા

મુંબઈ, દેસી ગર્લ પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટમાં છે. થોડા દિવસ પહેલા તેણે બોલિવુડમાંથી એક્ઝિટ લેવા પાછળના કારણનો ખુલાસો કરીને ઈન્ડસ્ટ્રીમાં હોબાળો મચાવી દીધો હતો અને હવે તે મુંબઈમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્‌ઘાટન તેમજ ફેશન ઈવેન્ટમાં તેના આઉટફિટથી ચર્ચામાં છે.

મુકેશ અંબાણીના પરિવાર દ્વારા બે દિવસ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંનેમાં પીસી ડ્રામેટિક લૂકમાં આવી પહોંચી હતી.

ભારે ઝાકમઝોળ સાથે કાર્યક્રમ ખતમ થયા બાદ એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા પર પતિ નિક જાેનસ સાથે ડેટ નાઈટની કેટલીક કૂલ તસવીરો શેર કરી હતી. જેના પર ફેન્સની કોમેન્ટ સામે આવી છે. પ્રિયંકા ચોપરાએ ફેશન ઈવેન્ટમાં પહેરેલા આઉટફિટની તસવીરો શેર કરી હતી. તેણે રિક્ષામાં બેસીને પોઝ આપ્યો હતો. આ સાથે તેણે લખ્યું હતું ‘ડેટ નાઈટ… મારા હંમેશા માટેના પુરુષ સાથે’.

આ સાથે તેણે આઉટફિટ ડિઝાઈન કરનાર ડિઝાઈનરનો આભારમ માનતા લખ્યું હતું ‘આભાર જ્રજંઅઙ્મીહ્વઅટ્ઠદ્બૈ તારી સાથે કોલાબરેશન કરવાનું મજેદાર રહે છે. હું જાણતી હતી કે મારે મોર્ડન ટિ્‌વસ્ટ સાથે અપસાઈકલ્ડ વિન્ટેજ લૂક પહેરવો હતો.

તો મારું આઉટફિટ પૂર્વ અને પશ્ચિમનું મિશ્રણ હતું. આ સુંદર આઉટફિટ ૬૫ વર્ષ જૂની વિન્ટેજ બનારસી પટોળા સાડીમાંથી બનાવવામાં આવ્યું હતું’. ઈન્ડસ્ટ્રીના કેટલાક ફ્રેન્ડ્‌સે કોમેન્ટ્‌સ કરીને તેના લૂકના વખાણ કર્યા હતા જ્યારે કેટલાક યૂઝર્સ એવા હતા જેમણે મજા લીધી હતી. એક યૂઝરે લખ્યું હતું ‘આટલી ફેમસ એક્ટ્રેસ કેમ રિક્ષાથી જઈ રહી છે?’, એકે લખ્યું હતું ‘રિક્ષાવાળા અંકલ કહી રહ્યા છે…

જલ્દી કર કલ સુબહ પનવેલ નિકલના હૈ’ તો અન્ય યૂઝરે લખ્યું હતું ‘ધ ઓટોવાલા બી લાઈકઃ કૌન હૈ યે લોગ… કહાં સે આતે હૈ’. એકે લખ્યું ‘જાે આણે ઓટોવાળાને ટેગ કરી દીધો હોત તો તેના રાતોરાત ફોલોઅર્સ વધી જાત. જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ દીકરી માલતી મેરી સાથે ગુરુવારે મુંબઈ આવી પહોંચ્યા હતા. એકવર્ષની માલતી મેરી પહેલીવાર અહીંયા આવી છે.

NMACCમાં હાજરી આપ્યા બાદ એક્ટ્રેસ તેની વેબ સીરિઝ ‘સિટાડેલ’નું પ્રમોશન કરશે તેમ લાગી રહ્યું છે. બીજી તરફ, તે પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની રોકા સેરેમનીમાં હાજરી આપશે તેવી શક્યતા પણ જાેવાઈ રહી છે. તેઓ આ મહિનામાં જ રિંગ એક્સચેન્જ કરશે તેવા પણ રિપોર્ટ્‌સ છે. જાે કે, બંનેમાંથી કોઈ પણ પક્ષ તરફથી આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.