Western Times News

Gujarati News

કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં દીકરીને ભેટી પડી માહી

મુંબઈ, કોરોના મહામારી ફરી એકવાર ધીમે-ધીમે ભારતમાં પગપેસારો કરી રહી છે અને એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. ચાર દિવસ પહેલા ટીવી એક્ટ્રેસ માહી વિજનો કોરોના વાયરસનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

જાે કે, તે ઝડપથી રિકવર થઈ ગઈ છે અને આજે (૩ એપ્રિલ) તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આખરે તે ફરી ઘર સંભાળી શકશે અને બાળકોને મળી શકશે. આ સાથે તેણે કહ્યું કે, પાંચમી એપ્રિલથી તેની દીકરી તારાની સ્કૂલ શરૂ થઈ રહી છે અને તે પહેલા જ દિવસે તેને મૂકવા માટે નહીં જઈ શકે તેવા વિચારથી તે દુઃખી થતી હતી.

જાે કે, તે રિકવર થઈ જતાં આનંદમાં છે. વીડિયોમાં માહી વિજે કહ્યું કે ‘હેલ્લો મિત્રો, મારો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હું આજે ઘરે જઈ શકીશ. હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે આજે મારા બાળકોને મળી શકીશ. મને ઘણું સારું લાગી રહ્યું છે કે હું ઘરે દઈ શકું છું.

બાળકોને મળી શકું છું. હું પહેલા દુઃખી હતી કારણ કે બાળકોને સ્કૂલ શરૂ થઈ રહી છે પાંચમી એપ્રિલથી અને મને લાગતું હતું કે પહેલા દિવસે હું તેમને છોડવા માટે નહીં જઈ શકું. પરંતુ હવે ખુશ છે’. આ સાથે કેપ્શનમાં તેણે લખ્યું ‘આપ તમામની પ્રાર્થના માટે આભાર’.

ઈન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ અને ફેન્સે તેના પર પ્રેમ વરસાવ્યો છે તો પતિ જય ભાનુશાળીએ લખ્યું છે ‘વાઉ…’. એક ફેને કોમેન્ટ કરી છે ‘તેને ફિટ જાેઈને સારું લાગ્યું’ આ સિવાય એકે લખ્યું ‘તું રિકવર થઈ તે સારી વાત છે. તારા માટે ખુશ છું.

તેમ છતાં ઘરે જઈને તારી કાળજી રાખજે અને હેલ્ધી જ ખાજે’ માહી વિજ ઘરે પહોંચી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દીકરી તારા સાથેના બે વીડિયો શેર કર્યા છે. જેમાંથી એક વીડિયોમાં તે તારા પર પ્રેમ વરસાવી રહી છે તો બીજા વીડિયોમાં તારા મમ્મીને ભેટી રહી છે.

આ દરમિયાન એક્ટ્રેસ થોડી ઈમોશનલ થઈ ગઈ. માહી વિજના વર્ક ફ્રંટની વાત કરીએ તો, ૨૦૦૬માં આવેલી સીરિયલ ‘અકેલા’થી તેણે ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે ઘર-ઘરમં જાણીતો ચહેરો બની ગઈ હતી. બાદમાં તેણે ૨૦૦૮માં હોરર બેસ્ડ શો ‘શ્શ્શ… કોઈ હૈ’માં કામ કર્યું હતું. બાદમાં તેણે લાગી તુજસે લગન અને બાલિકા વધૂમાં પણ કામ કર્યું હતું. આશરે પાંચ વર્ષથી તે ટીવીથી દૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.