Western Times News

Gujarati News

તાજમહેલ તોડીને મંદિર બનાવો ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મી

નવી દિલ્હી, આસામમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ તાજમહેલને તોડી પાડવાની વાત કરી છે. ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે તાજમહેલ પ્રેમનું પ્રતિક નથી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજ મહેલને તાત્કાલિક તોડી પાડવા વિનંતી કરું છું.

ભાજપના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ માત્ર તાજમહેલ જ નહીં પરંતુ કુતુબમિનારને પણ તોડી પાડવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ અંગે તપાસ થવી જાેઈએ કે શું મુગલ બાદશાહ શાહજહાં તેની પત્ની મુમતાઝને ખરેખર પ્રેમ કરતા હતા? રૂપજ્યોતિ કુર્મીએ સવાલ ઉઠાવ્યો કે, જાે તે મુમતાઝને પ્રેમ કરતી હતી તો મુમતાઝના મૃત્યુ પછી તેણે વધુ ત્રણ લગ્ન કેમ કર્યા? મુઘલો ૧૫૨૬ માં ભારતમાં આવ્યા હતા, ત્યારબાદ તેઓએ તાજમહેલ બનાવ્યો હતો.

શાહજહાંએ તેની ચોથી પત્ની મુમતાઝ માટે તાજમહેલ બંધાવ્યો હતો. શાહજહાંએ કુલ ૭ લગ્ન કર્યા હતા. રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું, હું પીએમ મોદીને તાજમહેલ અને કુતુબમિનારને તાત્કાલિક તોડી પાડવા વિનંતી કરું છું. દુનિયાના સૌથી સુંદર મંદિરો તોડીને બનાવવા જાેઈએ.

ધારાસભ્યએ પોતાના મહિનાનો પગાર મંદિરના નિર્માણ માટે દાન કરવાની વાત પણ કરી છે. રૂપજ્યોતિ કુર્મી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને રાજકીય નિષ્ણાતો તેમને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના કટ્ટર ટીકાકાર તરીકે પણ ઓળખે છે.

તેમણે ૨૦૨૧માં કોંગ્રેસ સાથે સંબંધ તોડી નાખ્યા, ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા. કોંગ્રેસમાં હતા ત્યારે રૂપજ્યોતિ કુર્મી મેરિયાની વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. રૂપજ્યોતિ કુર્મી ભાજપમાં જાેડાયા બાદ ફરીથી ચૂંટાયા હતા.

ભારતીય જનતા પાર્ટી આજે તેનો ૪૪મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વર્ષ ૧૯૮૦માં આ દિવસે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. પહેલા તેનું નામ જનસંઘ હતું જે ૧૯૭૭માં જનતા પાર્ટીમાં ભળી ગયું હતું. ભાજપના મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું હતું કે, તેના સ્થાપના દિવસના અવસર પર, પાર્ટીએ ૬ એપ્રિલ ૨૦૨૩ થી ૧૪ એપ્રિલ, ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ સુધી એક વિશેષ સપ્તાહ મનાવવાનો ર્નિણય કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.