Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

“ધ કપિલ શર્મા શો”ના પાટિયા પડી જવાની તૈયારીમાંઃ આ છે કારણ

કોમેડી સીરીઝ ધ કપિલ શર્મા શો હંગામી ધોરણે બંધ થઈ જશે. છેલ્લા થોડા વર્ષોથી કપિલ શર્મા શોમાંથી આ પ્રકારે બ્રેક લેતો રહે છે જેથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે. ઉપરાંત શોના મેકર્સને પણ તેમાં થોડા ફેરફાર કરવાની તક મળી શકે.

બ્રેક પછી શો જ્યારે શરૂ થાય છે ત્યારે તેમાં કેટલાક નવા પાત્રો ઉમેરવામાં આવે છે અથવા તો જૂનામાં થોડા ફેરફાર કરવામાં આવે છે. કન્ટેન્ટ અને કાસ્ટમાં ફેરફાર કરી કંઈક નવું આપવા માટે સીઝનલ બ્રેક કારગત નીવડે છે. ઉપરાંત કોમેડી મુશ્કેલ જાેનર છે અને કલાકારોને પણ બ્રેક લેવાની જરૂર પડે છે

જેથી તેમને તેમનું પાત્ર કંટાળાજનક ના લાગવા માંડે. બધા જ નવી તાજગી અને ઉત્સાહ સાથે પાછા ફરે છે. અમે પણ અલગ અલગ ફોર્મેટ અને નવા પાત્રો સાથે પ્રયોગો કરી શકીએ છીએ, તેમ સૂત્રોના હવાલેથી ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. શોના ગ્રાન્ડ ફિનાલેની ડેટ હજી ફાઈનલ કરવામાં નથી આવી

પરંતુ મે મહિનામાં શૂટિંગ પૂરું થઈ જશે અને જૂન મહિનામાં છેલ્લો એપિસોડ પ્રસારિત થશે, તેમ સૂત્રોએ ઉમેર્યું. કપિલ શર્માની ઈન્ટરનેશનલ ટ્રીપ પણ પ્લાન કરેલી જેથી જ આ સમયગાળામાં બ્રેક લેવાનો ર્નિણય કરવામાં આવ્યો. હાલ તો શોની ટીમ વધારાના એપિસોડ શૂટ કરીને રાખી રહી છે

જેથી તેમના ફેન્સને લાંબા સમય સુધી તેમની રાહ ના જાેવી પડે. જાેકે, બ્રેક કેટલા દિવસોની હશે તે હજી નક્કી થયું નથી, તેમ અહેવાલમાં વધુમાં ટાંકવામાં આવ્યું છે. કપિલ શર્માએ આવા જ બ્રેક ૨૦૨૧ અને ૨૦૨૨માં લીધા હતા. થોડા સમય માટે શો ઓફ એર થયા પછી છ મહિના બાદ કેટલાક નવા કાસ્ટ મેમ્બર્સ સાથે વાપસી કરી હતી.

જાેકે, શોની હાલની સીઝન શરૂ થઈ ત્યારે તેમાંથી ચંદન પ્રભાકર અને કૃષ્ણા અભિષેક ગાયબ જાેવા મળ્યા હતા. કૃષ્ણાએ કહ્યું હતું કે, ચેનલ સાથે કોન્ટ્રાક્ટ મુદ્દે વાટાઘાટ થઈ હોવાથી તે પાછો ના ફર્યો. તો ચંદને કહ્યું કે, તે કંઈક નવું કરવા માગતો હોવાથી બ્રેક લીધો છે.

હવે નવી સીઝનમાં ચંદન અને કૃષ્ણા આવશે કે કેમ તે અંગે હાલ તો કોઈ માહિતી નથી. ધ કપિલ શર્મા શો’ની શરૂઆત ૨૦૧૬માં થઈ હતી. સુનીલ ગ્રોવર અને અલી અસગર સાથે વિખવાદ થયા પછી ૨૦૧૭માં શો બંધ થયો હતો. એક વર્ષ પછી ફરીથી શો શરૂ કરવામાં આવ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers