Western Times News

Gujarati News

અભિનેત્રી ઐશ્વર્યા સખુજાના લગ્ન તૂટવાની અણીએ હતા

એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાને સીરિયલ સાસ બિના સસુરાલથી લોકપ્રિયતા મળી હતી. હાલમાં જ ઐશ્વર્યાએ પતિ રોહિત નાગ સાથેના લગ્નજીવનમાં આવેલા મુશ્કેલ સમય અંગે વાત કરી છે. ઐશ્વર્યા અને રોહિતે છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા તેમ છતાં બંનેને તાલમેલ બેસાડવામાં તકલીફ પડી રહી હતી. Actress Aishwarya Sakhuja’s marriage was on the verge of breaking up

જાેકે, બંનેએ એક જ્યોતિષીની સલાહ માનીને પોતાના પ્રેમને વધુ એક મોકો આપવાનો ર્નિણય કર્યો હતો. જે બાદ તેઓ બાલીમાં વેકેશન માટે પહોંચી ગયા હતા. ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તેણે પોતાની જિંદગીની સૌથી સારી ક્ષણો બતાવી છે.

સાથે જ ખુલાસો કર્યો છે કે, તે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી ત્યારે રોહિત તેની પડખે રહ્યો હતો. સાજા થયા પછી તે જલ્દી જ એક્ટિંગમાં પાછી ફરી અને કરિયરની ટોચ પર હતી ત્યારે રોહિત સાથે લગ્ન કરવાનો ર્નિણય કર્યો હતો.

ઐશ્વર્યા અને રોહિતે છ વર્ષના ડેટિંગ પછી લગ્ન તો કર્યા પરંતુ તેમને એકબીજા સાથે ગોઠવાવામાં તકલીફ પડી રહી હતી. ઐશ્વર્યા અને રોહિતે અલગ થવાનો ર્નિણય કર્યો. જાેકે, એ પહેલા તેમણે પ્રેમને એક તક આપવાનો ર્નિણય કર્યો અને બાલીની ટ્રીપ પર નીકળી પડ્યા હતા.

સખુજાએ જણાવ્યું કે, તેમને મુલાકાત એક ફેસ રીડર (ચહેરો વાંચતા જ્યોતિષી) સાથે થઈ હતી. તેમણે લગ્નની ખૂબસૂરતી અંગે જણાવ્યું અને પ્રેમમાં વિશ્વાસ રાખવાનું કીધું. ત્યારથી બંનેએ પોતાના પ્રેમમાં વિશ્વાસ દાખવ્યો. આજે તેમના સુખી લગ્નજીવનના આઠ વર્ષ થઈ ગયા છે. આ પહેલા ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યૂમાં રોહિત સાથેના પોતાના લગ્ન અંગે વાત કરી હતી.

એક્ટ્રેસે જણાવ્યું કે, રોહિત સાથે લગ્ન કરવા અંગે તે શ્યોર નહોતી. તેણે પોતાના મિત્રોને જણાવ્યું હતું કે, તેણે લગ્ન નશામાં કર્યા હતા. અમે લગ્ન વખતે નશામાં હતા. મેં મારા દોસ્તોને કહ્યું હતું કે, હું લગ્ન માટે તૈયાર નહોતી. તેણે મને એક વર્ષ પહેલા પ્રપોઝ કરી હતી છતાં હું લગ્નને લઈને ચોક્કસ નહોતી.

મેં મારા ફ્રેન્ડને કહ્યું હતું કે, હું નશામાં છું. ફેરા સિવાયનો આખો દિવસ અમે નશામાં હતા. અમારા ત્રણ દિવસ નશામાં વિત્યા હતા”, તેમ ઐશ્વર્યાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાએ પ્રોડ્યુસર અને કાસ્ટિંગ ડાયરેક્ટર રોહિત નાગ સાથે ૨૦૧૪માં લગ્ન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.