Western Times News

Gujarati News

નડીયાદમાં નવનિર્મિત રામસરોવર તળાવ નાગરીકો માટે ખુલ્લુ મુકાયુ

સ્વચ્છતા અને કચરા-નિકાલની વ્ય્વસ્થામાં જનભાગીદારીની અનિવાર્યતા પર ભાર મુકાયો

નડીયાદ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહજી ચૌહાણ અને નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડીયાદ નગરપાલિકાને મળેલ વિવિધ ગ્રાંટ અન્વયેેરૂા.૩૬૩.૭૬ લાખના કામોના ખાતમુહુર્ત અને

રામતલાવડી ડેવલોપમેન્ટના રૂા.૧૯૬ લાખના કામના લોકાર્પણ કાર્યક્રમ રામતલાવડી , ગુરૂદ્વારા પાછળ, મિશન રોડ,, નડીયાદ ખાતે યોજાયો હતો. જેમાં નવનિર્મિત રામસરોવર તળાવ નાગરીકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. Ramsarovar lake of Nadiad Gujarat opend for public

આ ડેવલપમેન્ટ કાર્યોમાં ચંપા તળાવડી ખાતે ટ્યુબવેલ બનાવવા માટે રૂા.૧૧.૧૭ લાખસક્ર્યુલર રોડથી મલેકવાડા સુધીનો રસ્તો સી.સી. કરવા માટેે રૂા.૪૦.૩૦ લાખ, ઈન્દેીરાનગર તળાવ પાસે પાર્કિંગ એરિયા ડેવલપમેન્ટ, ૪ર.રર લા, મિયાવાડી પ્લાન્ટેશન અને

કમ્પાઉન્ડ વોલની કામગીરી કરવા રૂા.૪૬.ર૮ લાખ, રામ તલાવડી ડેવલોપમેન્ટ (ર ફેઝ) માટે રૂા.પ૧.૮૪ લાખ અને રામદેવપીર મંદિર પાસેના તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી માટે રૂા.૧૮પ.પ૧ લાખના ખાતમુહુર્તના કાર્યો તથા રામતલાવડી ડેવલપમેન્ટ કરવા ૧૯૬ લાખના લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ પ્રણ પૈકી ‘નાગરીક, કર્તવ્ય ઉપર ભાર મુકતા નડીયાદ શહેરના તમામ સંસાધનો અને વિકાસ કાર્યોની જાળવણી માટેની જવાબદારી લેવા શહેરીજનોને અપીલ કરી હતી. સંતરામ મહારાજ ની પવિત્ર ભૂમિનેેે નડીયાદની અસ્મિતા સાથે જાેડી મંત્રીએ શહેરમાં સ્વચ્છતાની અનિવાર્યતા સમજાવી હતી.

ઈન્દોર શહેરની સ્વચ્છતાનું ઉદાહરણ આપતા તેમણે લોકોને કચરો કરવાવાળી ે ગુલામ માનસિકતામાંથી સત્વરે મુક્‌ત થવછા હાકલ કરી હતી. ઉપરાંંત, સ્વચ્છતા જાળવવાના આ કાર્યમાં શહેરીજનોનેેે પ્રોએક્ટીવલી ભાગીદાર થવા અપીલ કરી હતી.

નડીયાદ ધારાસભ્ય પંકજ દેસાઈએ ડોર ટુ ડોર કચરો કલેકશન સિસ્ટમનેે અતિ મહત્ત્વની ગણાવતા લોકોને આ સિસ્ટમમાં સ્વયંનેે ફરજીયાતપણેે કેળવવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગેેે નડીયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. અને ચીફ ઓફિસર હુદડે નડીયાદ નગરપાલિ દ્વારા કરવામાં આવનાર વિવિધ વિકાસ કાર્યોની વિગતે માહિતી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.