Western Times News

Gujarati News

મતદારયાદીમાં સુધારણા માટે આવતીકાલે રવિવારે ખાસ ઝુંબેશ યોજાશે

election card

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩-જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજાયેલી ખાસ ઝુંબેશમાં  ગત સપ્તાહે ૧૭,૨૩૦ ફોર્મ મળ્યાં

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.૦૧/૦૪/૨૦૨૩ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેમજ જેમની નોંધણી બાકી હોય તેવા નાગરિકો માટે હક્ક-દાવાઓ A special campaign will be held tomorrow on Sunday to improve the electoral roll

અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૦૫/૦૪/૨૦૨૩થી તા.૨૩/૦૪/૨૦૨૩ સુધી રાખવામાં આવ્યો છે. મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.ના નેતૃત્વમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી હાથ ધરવામાં આવી છે.

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાને અનુલક્ષીને તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ યોજાયેલ ખાસ ઝુંબેશ દરમિયાન અમદાવાદ જિલ્લાની તમામ 21 વિધાનસભા માટે કુલ 17,230ફોર્મ્સ મેળવવામાં આવ્યાં. આ ખાસ ઝુંબેશ આવતીકાલે રવિવારે તા. 23 એપ્રિલના રોજ પણ યોજાનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૧૬/૦૪/૨૦૨૩ને રવિવારે જિલ્લાના કુલ-૫૫૯૯ મતદાન મથકોએ કરાયેલી ખાસ વ્યવસ્થા મુજબ તમામ બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ખાસ ઝુંબેશના દિવસે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન હાજર રહી

મતદારોની મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા કોઈ નામની સામે વાંધો લેવા નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના કોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓની અરજીઓ સ્વીકારવામાં આવી હતી, જે અંતર્ગત યુવા નાગરિકો

દ્વારા મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા સંબંધિત મતદાન મથક નામ નોંધણી અને સુધારા કરાવવાની ખાસ ઝુંબેશ અંતર્ગત ૧૮-૧૯ વય જૂથના કુલ -૩૧૨૨ ફોર્મ,  તેમજ ફોર્મ-૬ -૬૪૯૧, ફોર્મ ૬(B) – ૨૬૮૬ , ફોર્મ-૭ -૧૫૯૩ , ફોર્મ-૮ -૭૭૫૭ મળેલ છે.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સી.પી. પટેલ, મતદાર નોંધણી અધિકારીશ્રીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓએ  કુલ – ૧૩૯૬ મતદાન મથકોની ક્ષેત્રીય મુલાકાત કરી

બી.એલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સલાહ સૂચનો કર્યા હતા, તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમદાવાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.