Western Times News

Gujarati News

અસારવા-જયપુર-અસારવા એક્સપ્રેસ ટ્રેનની ગતિમાં વધારો

અસારવા જયપુર એક્સપ્રેસના સમયમાં આંશિક ફેરફાર

25 એપ્રિલ થી હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશ્યલ હિંમતનગર થી નિર્ધારિત સમયથી 10 મિનિટ પહેલા રવાના થશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 12982/12981 અસારવા-જયપુર અસારવા એક્સપ્રેસ ટ્રેનની ગતિ 24 એપ્રિલ 2023 થી વધારવામાં આવી રહી છે. જેના કારણે ઘણો સમય બચશે.

આ ટ્રેનની ગતિ વધવાથી અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન ના સમયમાં આંશિક ફેરફાર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 12982 અસારવા જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 24.04.2023 થી અસારવા થી તેના નિર્ધારિત સમય 18.45 ને બદલે 19.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે તેના પૂર્વ નિર્ધારિત સમયે સવારે 07.35 કલાકે જયપુર પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 12981 જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 24.04.2023 થી જયપુરથી તેના નિર્ધારિત સમય 19:35 ના બદલે 20:45 કલાકે ઉપડશે તથા બીજા દિવસે તેના નિર્ધારિત સમય 08:50 કલાક ના સ્થાને 08:35 કલાકે અસારવા પહોંચશે.

ટ્રેન નંબર 09402 હિંમતનગર અસારવા ડેમૂ  સ્પેશ્યલ તારીખ 25.04.2023 થી હિંમતનગરથી તેના નિર્ધારિત સમય કરતાં 06.30 કલાક ને બદલે 10 મિનિટ પહલા 06:20 કલાકે ઉપડીને 06:24 કલાકે હાપા રોડ, 06:32 કલાકે સોનાસણ, 06:42 કલાકે પ્રાંતિજ, 06:50 કલાકે ખારી અમરાપુર,

06:56 કલાકે તલોદ, 07:04 કલાકે ખેરોલ, 07:11 કલાકે રખિયાલ, 07:17 કલાકે જાલીયા મઠ, 07:25 કલાકે નાંદોલ દહેગામ, 07:33 કલાકે ડભોડા, 07:40 કલાકે મેદરા, 07:46 નરોડા, 07:50 કલાકે સરદારગ્રામ, 07:52 કલાકે સૈજપુર તથા 08:15 કલાકે અસારવા પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.