Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુવરાજસિંહ જેલમાં હોવાથી હવે કોઇ પેપર ફૂટવાના કાંડ બહાર નહિ આવે

ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે

અમદાવાદ,  ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે. હવે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસ જાેવા મળી રહી છે. Since Yuvraj Singh is in jail, no paper bursting scandal will come out now

તોડકાંડ અને ડમીકાંડ મામલે મીડિયા સમક્ષ વાત કરતા આજે છછઁના નેતા ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, પુરાવા એકઠા કરવાનું કામ યુવરાજ સિંહનું નથી. અહીં સવાલ એ થાય છે કે જે ડમીકાંડ બહાર લાવે છે તેમને જ કેમ ફસાવવામાં આવે છે.

યુવરાજ સિંહે ડમીકાંડ બહાર પાડ્યું છે. તો તેના પર ઉડી તપાસ થવી જાેઇએ નહિ કે નામ કાંડ ઉજાગર કરનારને જ ફસાવવામાં આવે.

વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આ સમગ્ર મામલામાં યુવરાજ સિંહને જેલમાં નાખી દેવાયા પરંતુ ડમીકાંડના આરોપીને પોલીસ નથી પકડી શકી. યુવરાજ સિંહ આજે પણ યુવોનો આઇકોન છે. બીજી એ પણ છે કે, યુવરાજ સિંહ જેલમાં હોવાથી હવે કોઇ પેપરકાંડ બહાર નહી પાડી શકે. યુવરાજ સિંહને જેલમાં ધકેલવાની સક્ષમતા ધરાવતી પોલીસ ડમીકાંડ કેમ ન પકડી શકી?

મીડિયા સમક્ષ વાત કરતા ઇસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા તેમણે કહ્યું કે, યુવરાજ સિંહને ફસાવવાનું એક ષંડયંત્ર ચાલે છે. આપ મને જણાવો કે ભાજપના ક્યાં નેતાને અત્યાર સુધીમાં જેલ થઇ? તેમણે જનતાને પણ ટકોર કરતા કહ્યું કે ભાજપને મત આપવાનું આ પરિણામ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers