Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો !! છૂટાછેડા બાદ પતિએ સબંધ રાખતા પત્નીએ ગર્ભ ધારણ કર્યો

દશકા સુધી અમદાવાદના દંપતીને બાળક ના થતા સ્વેચ્છાએ તેમને છૂટાછેડા લેવાનો ર્નિણય કર્યો હતો

અમદાવાદ,સુખી વૈવાહિક જીવન માટે પતિ અને પત્ની એકબીજા સાથે તાલમેલ જાળવીને રહેતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે પતિ અને પત્ની વચ્ચે ઘણીવાર મતભેદો થયા હતા. તેવામાં દશકાઓથી સાથે રહેલા દંપતીએ છૂટાછેટા લેવાનો ર્નિણય કર્યો હતો. પત્ની ગર્ભ ધારણ ન કરી શકતા આ ર્નિણય લેવાયો હોવાની માહિતી સામે આવી છે. છતા બંને વચ્ચે શારિરીક સંબંધો તો બંધાતા રહેતા હતા. તેવામાં અચાનક છૂટાછેડા લીધેલી પત્નીએ ગર્ભ ધારણ કરતા જાેવાજેવી થઈ હતી. જાેકે પતિએ જે કર્યું એનાથી ચકચાર મચી ગઈ છે.

Shocking case in Ahmedabad !! wife got pregnant After the divorce

નોંધનીય છે કે દશકા સુધી દંપતીને બાળક ના થતા સ્વેચ્છાએ તેમને છૂટાછેડા લેવાનો ર્નિણય કર્યો હતો. પરંતુ સમયાંતરે બંને વચ્ચે શારિરિક સંબંધો બંધાતા રહેતા હતા. આ દરમિયાન પત્ની પણ પતિનું ઘર છોડીને ચાલ્યી ગયી હતી. ત્યારે એક સમયે પત્ની ગર્ભવતી થતા જાેવાજેવી થઈ હતી. પૂર્વ પતિ સાથે શારિરિક સંબંધ હોવાના કારણે પત્ની ગર્ભવતી થઈ હતી. તેણે આ બાળકની જવાબદારી તેનો પૂર્વ પતિ લે એવી માગ કરી હતી.

આ અંગે મહિલાએ તેના પૂર્વ પતિને જાણ કરી. પરંતુ પતિએ આ બાળકની જવાબદારી લેવાનો અસ્વીકાર કરી દીધો હતો. મૂળ વડોદરાની નિવાસી મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર ફોન કરી પૂર્વ પતિના વર્તન અંગે ફરિયાદ કરી હતી. આ દરમિયાન અભયમની ટીમે મહિલાને સમગ્ર ઘટનાક્રમ જણાવવા માટે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ પતિ સાથે મહિલાના અવાર નવાર શારિરિક સંબંધો બંધાતા હતા.

તેઓ છૂટાછેડા બાદ પણ ખુશીથી રહેતા હતા. તેવામાં અચાનક મહિલાએ જણાવ્યું કે તે ગર્ભવતી થઈ ગઈ છે. મહિલાને લાગ્યું કે પતિ પણ ખુશ થઈ જશે, જે કારણે તેમના છૂટાછેડા થયા હતા હવે તે પણ દૂર થઈ ગયું છે. પરંતુ આનુ વિપરિત જ થયું, પૂર્વ પતિએ આ સંતાનની જવાબદારીનો અસ્વીકાર કરી લીધો હતો. ત્યારપછી અભયમની ટીમે પણ કાઉન્સિલિંગ કરવાની શરૂઆત કરી.

પતિએ જણાવ્યું કે છૂટાછેડા થઈ ગયા છે જેથી કરીને તે સંતાનની જવાબદારી લેવા માટે તૈયાર નથી.જાેકે આ દરમિયાન મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી. પરંતુ પરિવારજનોના હસ્તક્ષેપ પછી બંને પૂર્વ પતિ અને પત્ની વચ્ચે વાતચીત થયા પછી આનો નિવેડો આવે એવી ચર્ચાઓ થઈ હતી. જાેકે આ કેસમાં હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers