Western Times News

Gujarati News

પેટ્રોલપંપના કર્મચારીઓને છેતરતી ગેંગ ઝડપાઈ

પેટ્રોલ પંપ પર જઈ છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો

(એજન્સી)અમદાવાદ, ઓકે ક્રેડિટ એપ્લિકેશન મારફતે પેટ્રોલ પંપ પર જઈ છેતરપિંડી આચરતી ગેંગની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી ૮૭ કિલ્લો ભંગાર કબ્જે કર્યો છે. સમયની સાથે છેતરપીંડીની મોડ્‌સ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે, રખિયાલ પોલીસે એક એવી ગેંગ ઝડપી છે જે ગેંગ પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીઓને ટાર્ગેટ બનાવી ઠગાઈ આચરતી હતી. આ મામલે ફૈઝાન અજમેરવાલા તેમજ અબ્દુલ લતીફ શેખ નામના બે યુવકોની ધરપકડ કરી છે.

જે ગેંગ ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય જિલ્લામાં પણ છેતરપીંડી આચરવામાં આવી હોવાની હકીકત તપાસમાં ખુલી છે. અમદાવાદના રખિયાલમાં એક છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ત્રાંબાના ભંગારનો જથ્થો લઈને ફરિયાદીને રૂપિયા ન આપી છેતરપિંડી આચરવામાં આવી છે,

જે ગુનાના કામે આરોપીની ધરપકડ કરી પોલીસે તેઓની પાસેથી ૮૬ કિલો ભંગાર કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેઓ દ્વારા રખિયાલ, મહેમદાવાદ, અનુપમ શહેરકોટડા અને સારંગપુર એમ અલગ અલગ છ જગ્યાઓ પર પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડી આચર્યા હોવાની હકીકત સામે આવી છે.

આ આરોપીઓની એક ખાસ મોડસ ઓપરેન્ડી હતી. જેમાં આરોપીઓ દ્વારા પેટ્રોલ પંપ પર જઈને પૈસાની જરૂર હોય એવું કહીને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનું કહીને ઓકે ક્રેડિટ એપ્લિકેશન થકી પેટ્રોલ પંપના વ્યક્તિને પૈસા મોકલ્યા હોવાનો મેસેજ મોકલી તેઓની પાસેથી રોકડ રકમ લઈને ઠગાઈ આચરતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.