Western Times News

Gujarati News

જિયોસિનેમા પર TATA-IPLના પાંચ સપ્તાહમાં જ રેકોર્ડ-બ્રેકિંગ 1300 Cr. + વિડિયો વ્યૂસ મેળવ્યા

મુંબઈ, ટાટા આઈપીએલ 2023ની ઓફિશિયલ ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર, જિયોસિનેમા તેની શરૂઆતના પાંચ સપ્તાહમાં જ 1300 કરોડથી વધુ વિડિયો વ્યૂસ મેળવવાની સાથે ડિજિટલ સ્પોર્ટ્સ વ્યૂઈંગની દુનિયામાં વૈશ્વિક સીમાચિહ્નો સ્થાપિત કરવાનું જારી રાખી રહી છે. TATA IPL 2023 on JioCinema Clocks a Record-Breaking 1300 Cr. + Video Views in the First Five Weeks.

જિયોસિનેમાની ફન-સેન્ટ્રિક પ્રસ્તુતિ સાથે દર્શકો જાણે ચોંટી રહ્યા હોય તેમજ પ્રતિ મેચ સરેરાશ ટાઈમ સ્પેન્ટ પ્રતિ દર્શક 60 મિનિટને સ્પર્શ કરી ચૂક્યો છે. HD ટીવીની તુલનામાં ટાટા આઈપીએલ 2023 કનેક્ટેડ ટીવી પર દર્શકોની બેવડી સંખ્યા સુધી પહોંચી ચૂકી છે.

“જિયોસિનેમાએ દરેક વીતેલા સપ્તાહે વધુને વધુ શક્તિપૂર્વક વૃદ્ધિ હાંસલ કરવાનું જારી રાખ્યું છે અને આ વાતનો સ્પષ્ટ પૂરાવો એ છે કે, ડિજિટલ પર ટાટા આઈપીએલને નિહાળવા માટે ઉપભોક્તાઓની તે પહેલી પસંદગી બની ચૂક્યું છે,” એમ વાયકોમ18 સ્પોર્ટ્સના CEO અનિલ જયરાજે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, “અદભુત ક્રિકેટ એક્શન અને અમારા ઉત્કૃષ્ટ પ્લેટફોર્મના કોમ્બિનેશને પૂરવાર કર્યું છે કે, આ ધમાકેદાર ઓપનિંગ વીકેન્ડ તો હજી આવનારી ભવ્યતમ સફળતાઓની શરૂઆત છે. ટાટા આઈપીએલને નિહાળવાની દરેક પ્રશંસકની અનુભૂતિને ઉત્કૃષ્ટ બનાવવાનું અમે જારી રાખી રહ્યા છીએ ત્યારે અમારી આ સફરમાં ભરોસો દાખવવા બદલ અમારા તમામ સ્પોન્સર્સ, એડવર્ટાઈઝર્સ અને ભાગીદારોનો હું આભાર માનું છું.”

જિયોસિનેમાએ પાંચ દિવસના સમયગાળામાં જ ટાટા આઈપીએલના પીક કન્કરન્સી રેકોર્ડને બે વખત તોડ્યો છે. ગત 12મી એપ્રિલે, ચેન્નઈ સુપરકિંગ્સ વિ. રાજસ્થાન રોયલ્સની મેચ દરમિયાન તેમણે 2.23 કરોડની પીક નોંધાવી હતી. પાંચ દિવસ બાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. ચેન્નઈ સુપરકિંગ્સની મેચ દરમિયાન જિયોસિનેમાએ ફરી 2.4 કરોડની કન્કરન્સી સાથે જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

આજદિન સુધીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, જિયોસિનેમાએ દર્શકોને અપ્રતિમ આનંદ પહોંચાડવા 360-ડિગ્રી વ્યૂઈંગ ફીચર રિલિઝ કર્યું છે, જેમાં ડિજિટલ પર રસતરબોળ કરી દેતી ફેન એંગેજમેન્ટની તાકાતનું નિરૂપણ જોવા મળ્યું છે. દર્શકોએ ભોજપૂરી,

પંજાબી, મરાઠી અને ગુજરાતી સહિતની યુનિક લેંગવેજ ફીડ્સને માણવાની સાથે મલ્ટિ-કેમ, 4K, હાઈપ મોડ જેવા ડિજિટલ-ઓન્લી ફીચર્સની સાથે આઈપીએલની ટોપ ટીમ્સ સાથે પાર્ટનરશીપ થકી હાઈલાઈટ્સ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, ફાફ ડુ પ્લેસિસ, રાશિદ ખાન, ડેવિડ મિલર જેવા ટોચના ખેલાડીઓના ઈન્ટરવ્યૂ સહિતના રોમાંચકારી, એક્શન-પેક્ડ તથા એક્સક્લુઝિવ કન્ટેન્ટનો આનંદ ઉઠાવ્યો છે.

જિયોસિનેમા સાથે સાઈનઅપ થયેલા એડવર્ટાઈઝર્સની સંખ્યાની સાથે તેમાંથી પ્રાપ્ત થયેલી આવક પણ નવી વિક્રમી સપાટીએ પહોંચી છે અને બંનેનો આંક ડિજિટલ પર ગત વર્ષની તુલનાએ નોંધપાત્ર ઊંચો રહ્યો છે. ડિજિટલ ધૂમધડાકા સાથેના કારવાંમાં જોડાનારી બ્રાન્ડ્સની સંખ્યામાં પણ આગળ જતાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે.

ટાટા આઈપીએલ 2023ના પોતાના ડિજિટલ સ્ટ્રીમિંગ માટે જિયોસિનેમા પાસે 26 ટોચની બ્રાન્ડ્સની ભાગીદારી છે, જેમાં (કો-પ્રેઝન્ટિંગ સ્પોન્સર) ડ્રીમ11, (કો-પાવર્ડ) જિયોમાર્ટ, ફોનપે, ડિયાગો ઈવી, જિયો (એસોસિયેટ સ્પોન્સર) એપ્પી ફીઝ, ઈટી મની, કેસ્ટ્રોલ, ટીવીએસ, ઓરિયો, બિન્ગો, સ્ટીંગ, આજિયો, હાયર, રૂપે, લુઈ ફિલિપ જીન્સ, એમેઝોન, રેપિડો, અલ્ટ્રાટેક સિમેન્ટ, પુમા, કમલા પસંદ, કિંગફિશર પાવર સોડા, જિન્દલ પાર્ટનર ટીએમટી રિબાર, સાઉદી ટૂરિઝમ, સ્પોટીફાય અને એએમએફઆઈનો સમાવેશ થાય છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ, પાંચ-વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, અને દિલ્હી કેપિટલ્સે 2023 એડિશન અગાઉ જ જિયોસિનેમા સાથે એક્સક્લુઝિવ પાર્ટનરશીપની ઘોષણા કરી દીધી હતી. ગ્લોબલ ક્રિકેટ આઈકન સચિન તેંડુલકર,

ભારતના સૌથી ગર્વાન્વિત ક્રિકેટ કેપ્ટન તથા ચાર-વખત આઈપીએલ વિનર એમ એસ ધોની, વર્લ્ડ નં. 1 ટી20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ તેમજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના તેમની વિશ્વ-સ્તરીય, ડિજિટલ-ફર્સ્ટ ટાટા આઈપીએલ પ્રસ્તુતિને સુદૃઢ બનાવવા જિયોસિનેમા સાથે હાથ મિલાવી ચૂકી છે.

દર્શકો હવે જિયોસિનેમા (iOS અને એન્ડ્રોઈડ) ડાઉનલોડ કરીને તેમની પસંદગીના સ્પોર્ટ્સને નિહાળવાનું જારી રાખી શકે છે. લેટેસ્ટ અપડેટ્સ, ન્યૂઝ, સ્કોર્સ, અને વિડિયો માટે, ફેન્સ હવે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને યુટ્યુબ પર સ્પોર્ટ્સ18ને તેમજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને યુટ્યુબ પર જિયોસિનેમાને ફોલો કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.