Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નકલી નોટ છાપવાનું કૌભાંડ ચાલી રહ્યુ હતું રાજકોટમાં

(એજન્સી)રાજકોટ, સરકાર દ્વારા રૂ.૨ હજારની નોટને ચલણમાંથી પરત ખેંચવા તમામ બેંકોને આદેશ આપ્યા બાદ લોકો બેંકમાં તે નોટ જમા કરાવવા દોડધામ કરી રહ્યા છે.

ત્યારે આ તકનો લાભ ઉઠાવવા રૂ.૨ હજારના નોટના બદલામાં રૂ.૫૦૦ અને ૧૦૦ની નકલી નોટ છાપવાનું શરૂ કરી અને બજારમાં તેને ફેલાવવાનો કારસો રચાયો હતો. The scam of printing fake notes was going on in Rajkot.

આ મામલે રાજકોટના મોરબી રોડ પર રૂા.૧૦૦ અને ૫૦૦ના દરની જાલીનોટ છાપવાનું મસમોટું કારસ્તાન એલસીબી ઝોન-૨ અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે રૂા.૨૩.૪૪ લાખની જાલીનોટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલી જાલીનોટ છાપી, ચલણમાં વહેતી કરી તે અંગે હવે ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. જાલી નોટ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓમાં નિકુંજ અમરશી ભાલોડીયા(ઉ.વ.૩૫ રહે, મોરબી રોડ,અમૃત પાર્ક મેઈન રોડ,બ્લોક નં.૧),વિશાલ બાબુભાઈ ગઢીયા (ઉ.વ. ૪૫ રહે. પાટીદાર ચોક, બાલાજી પાર્ક શેરી નં.૫,સાધુ વાસવાણી રોડ)

અને વિશાલ વસંતભાઈ બુધ્ધદેવ (રહે. પાટીદાર ચોક પાસે, પામ સીટી, ફલેટ નં. ઈ/૯૦૪, સાધુ વાસવાણી રોડ)ને દબોચી લેવામાં પોલીસને સફળતા સાંડપી છે. પોલીસે બાતમીના આધારે પ્રથમ આરોપી વિશાલ ગઢિયાની સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી નીરા ડેરીમાં દરોડો પાડ્યો હતો.

આ દરમિયાન ત્યાંથી વિશાલ અને તેના મિત્ર વિશાલ બુધ્ધદેવને ૫૦૦ના દરની ૨૦૦ જાલીનોટ સાથે ઝડપી લીધા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version