Western Times News

Gujarati News

નીલ નીતિન મુકેશનો નવો લૂક જોતાં જ ચોંક્યા ફેન્સ

મુંબઈ, આ તસવીરો જાેઈને કોઈ વિચારી શકે કે આ નીલ નીતિન મુકેશ છે? આખરે નીલ નીતિન મુકેશે આવો લૂક કેમ કર્યો છે? આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક્ટર નીલ નીતિન મુકેશ જાેવા મળી રહ્યો છે. આ સાથે જ અભિનેતાએ લખ્યું છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આખરે નીલ નીતિન મુકેશ શું કહેવા માગે છે?

આ તસવીરોમાં નીલ નીતિન મુકેશ ફાટેલા કપડાં પહેરીને સિગારેટ પીતો જાેવા મળે છે. ચશ્મા પહેર્યા છે અને તેના માથા પર ટોપી છે, તેણે જે સ્વેટર પહેર્યું છે તે ઘણી જગ્યાએ ફાટી ગયું છે. તેના હાથમાં એક લાકડી છે અને કપાળ તેમજ ચહેરા પર ઘણી કરચલીઓ દેખાઈ રહી છે. નીલ નીતિન મુકેશને આ હાલતમાં જાેઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિવિધ પ્રશ્નો પૂછી રહ્યા છે.

બોલિવૂડ એક્ટર નીલ નીતિનનો જન્મ તારીખ ૧૫ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ મુંબઈમાં ગાયક નીતિન મુકેશને ત્યાં થયો હતો. જણાવી દઈએ કે નીલ નીતિન દિવંગત ગાયક મુકેશના પૌત્ર છે. નીલ નીતિન મુકેશે તેના પિતા અને દાદાના નામનો ઉપયોગ તેના નામમાં અટક તરીકે કર્યો છે. નીલ નીતિનને બોલિવૂડનો ચોકલેટી બોય કહેવામાં આવે છે. નીલ નીતિને જ્હોની ગદ્દાર, ન્યૂયોર્ક, ૭ ખૂન માફ, ડેવિડ, વઝીર, પ્લેયર્સ, પ્રેમ રતન ધન પાયો જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જાેકે જ્યારે નીતિનની ડેબ્યુ ફિલ્મ આવી ત્યારે તેને પિતાની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

જાે નીલ નીતિનની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે ‘વિજય’ (૧૯૮૮) અને ‘જૈસી કરની વૈસી ભરની’ (૨૦૦૨) ફિલ્મોમાં ઋષિ કપૂર અને ગોવિંદાના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ત્યારે પણ તેના કામને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પછી તેણે ૨૦૦૨માં આવેલી ફિલ્મ ‘મુઝસે દોસ્તી કરોગે’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું.

આ પછી નીલે વર્ષ ૨૦૦૭માં શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘જ્હોની ગદ્દાર’થી ડેબ્યૂ કર્યું. જાેકે પિતા નીતિન મુકેશને પુત્રની આ ફિલ્મ બિલકુલ પસંદ નહોતી આવી.
નીલના નામની વાર્તા પણ ઘણી રસપ્રદ છે.

નીલનું નામ દિવંગત ગાયિકા લતા મંગેશકરે રાખ્યું હતું. જાે અહેવાલોનું માનીએ તો લતાએ તેનું નામ પ્રખ્યાત અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગના નામ પરથી નીલ રાખ્યું છે. અભિનય ઉપરાંત નીલ સ્ટેટ લેવલનો ખેલાડી રહી ચૂક્યો છે. તે નાનપણથી જ બાસ્કેટબોલ, ટેનિસ અને વોલીબોલ રમે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.