Western Times News

Gujarati News

નિર્જળા ભીમ અગિયારસનું વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે

ભીમે માત્ર આ એક ઉપવાસ કર્યો હતો અને તેઓ મૂર્છિત થઈ ગયા હતા. આ કારણોસર આ એકાદશીને ભીમસેની એકાદશી અથવા ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 31 મેના રોજ નિર્જળા એકાદશી છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવે છે, જેમાં નિર્જળા એકાદશીને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ભીમસેની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે નિર્જળા એકાદશી કરવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવામાં આવતું નથી, જેથી નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

31 મેના રોજ નિર્જળા એકાદશી છે. 30 મેના રોજ બપોરે 01:07 વાગ્યે આ તિથિની શરૂઆત થશે અને 31 મેના રોજ બપોરે 01:45 વાગ્યે પૂર્ણ થશે.  આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સર્વાર્થ સિદ્ધિ યોગનો સમય સવારે 05:24 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી રહેશે.

1 જૂનના રોજ નિર્જળા એકાદશીના પારણા કરવામાં આવશે, જે સવારે 05:24 વાગ્યાથી સવારે 08:10 વાગ્યા સુધી રહેશે.

આ દિવસે જળ ગ્રહણ કર્યા વિના ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિધાન છે. આ વ્રત કરવાથી તમામ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્યની કામના કરવા માટે જળથી ભરેલ માટલાનું દાન કરે છે.

ધાર્મિત માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ પાપથી મુક્તિ મળે છે અને સ્વર્ગના દ્વાર ખુલી જાય છે. કહેવામાં આવે છે કે, ભીમે માત્ર આ એક ઉપવાસ કર્યો હતો અને તેઓ મૂર્છિત થઈ ગયા હતા. આ કારણોસર આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

નિર્જળા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ઘરના મંદિરમાં દીવો કરો.  ભગવાન વિષ્ણુના ગંગાજળથી અભિષેક કરો અને ત્યાર પછી ફૂલ તથા તુલસી અર્પણ કરો. ભગવાનને સાત્વિક ભોજનનો ભોગ અર્પણ કરો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.