Western Times News

Gujarati News

લગ્ન નોંધણી વખતે હવે પતી-પત્નીનું થેલેસેમીયા સર્ટી. ફરજીયાત

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં થેલેસેમીયાની બીમારીને રોકવા માટે લગ્ન નોધણી વખતે પતી-પત્નીનું થેલેસેમીયા સર્ટીફીકેટ ફરજીયાત આપવાનું રહેશે. Thalassemia certificate of spouse now at time of marriage registration. Compulsory

ગુજરાત સરકાર આ નિર્ણય લેવા માટે વિચારણા કરી છે. અને આગામી દિવસોમાં આ સંદર્ભે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પુરુષ અને સ્ત્રીઓમાંથી કોઈ પણ એકને થેલેસેમીયાની રોગ હોય તો તેવા દંપતીને થેલેસેમીયાવાળું બાળક જન્મે તેવી શકયતા રહેલી છે.

અને આવા બાળકોનું આયુષ્ય ઓછું હોય છે. આમ થેલેસેમીયાને કાબુમાં લેવા માટે સરકાર લગ્ન નોંધણી વખતે થેલેસેમીયા સર્ટી ફરજીયાત કરશે. થેલેસેમીયાગ્રસ્ત બાળકને વર્ષે આશરે ૧પથી૬૦૦ બોટલ લોહીની જરૂર પડતી હોય છે.

સરકારના સુત્રોના કહેવા મુજબ થેલેસેમીયા રોકવા માટે રાજય સરકાર તમામ સરકારી હોસ્પિટલોએ ગર્ભવતી બહેનોના થેલેસેમીીયા ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં અંદાજે સાત લાખ જેટલી ગર્ભવતી બહેનોના થેલેસેમીયયા ટેસ્ટ કરાયા છે.

દેશમાં દર વર્ષે આશરે ૧૦ હજાર બાળકો થેલેસેમીયા મેજર સાથે જન્મે છે થેલેસેમીયા સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. માઈનર અને મેજર, માતા પિતામાંથી કોઈ એકના રંગસુત્રોમાં રહેલી ખામી બાળકમાં આવે ત્યારે તે થેલેસેમીયા માઈનરનો શિકાર બને છે. જયારે માતાપિતા બંનેના રંગસુત્રોમાં રહેલી ખામી બાળકમાં આવે ત્યારે તે મેજરનો શિકાર બને છે. ભારતમાં દર વર્ષે આશરે ૧૦ હજાર બાળકો થેલેસેમીયા મેજર સાથે જન્મે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.