Western Times News

Gujarati News

વડતાલ મંદિર દ્વારા ચરોતરના તમામ વૃદ્ધાશ્રમો-અનાથ આશ્રમોને ભોજનની પ્રસાદી પીરસાઈ

નડિયાદ, વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી હરિની ૧૯૩મી અંતર્ગત ધ્યાન લીલાની ચરોતરના વૃદ્ધાશ્રમો અનાથ આશ્રમ તથા દિવ્યાંગોને ભોજન પ્રસાદનું વિતરણ કરાયું.

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાન શ્રી હરીની આંતર ધ્યાન લીલા સ્વધામ ગમનની પુણ્ય સ્મૃતિના ઉપલક્ષમાં ચરોતરના તમામ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને સંતો અને ભક્તો દ્વારા ભોજન મહાપ્રસાદનો વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૦૦૦ ઉપરાંત લોકોએ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થાન હંમેશા ધર્મ જાગૃતિ સાથે ધન સેવા પ્રભુ સેવા થકી જન સેવા કાર્યો કરતી રહી છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ એ વિક્રમ સંવત ૧૮૮૬ના જેઠ સુદ ૧૦ના દિવસે સ્વધામ ગયા હતા જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી હરિ શ્રી હરિની અંતર્ગત ધ્યાન લીલા તરીકે ઉજવાય છે. શ્રી હરિ સોમવાર ૧૮૮૬ના જેઠ સુદ દશમના રોજ ભૌતિક દેહનો ત્યાગ કરી ખાતે અવતાર લીધા પૂર્ણ કરી સધામ પ્રસ્થાન કર્યું હતું.

તેઓ આ લોકોમાં ૪૯ વર્ષ બે માસ અને એક દિવસ વિચર્યા હતા. મુમુક્ષ જીવોના કલ્યાણ અર્થે સમગ્ર કાર્યક્રમનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી તથા સંચાલન શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું.

ભોજન પ્રસાદના યજમાન ધિતીબેન ભૌમિકભાઈ પટેલ.. અમદાવા, કોકીલાબેન રમેશભાઈ પટેલ. અમદાવાદ, યસ કુમુદભાઈ પટેલ અમદાવાદના હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.