Western Times News

Gujarati News

સચિન તેંડુલકરે ખરીદી પ્રથમ લૈમ્બોર્ગિની એસયુવી

નવી દિલ્હી, કિક્રેટની દુનિયાના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરને મોંઘી ગાડીઓનો શોખ છે અને તેમના ગેરેજમાં ફેરારી, પોર્શે અને બીએમડબલ્યુ સહિતની નામચીન કંપનીઓની લક્ઝરીયર્સ કાર છે. ત્યારે હવે તેમના ગેરેજમાં લૈમ્બોર્ગિનીની એસયુવી પણ આવી ગઈ છે.

જી હા, મીડિયા રિપોર્ટ્‌સમાં એ વાત સામે આવી છે કે, સચિન તેંડુલકરે પોતાના માટે લૈમ્બોર્ગિની ઉરુસ સુપર એસયુવી ખરીદી છે, જેની એક્સ પાઈસ કિંમત ૪.૧૮ કરોડ રૂપિયા છે. આ લક્ઝરી એસયુવીને હાલમાં જ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. લૈમ્બર્ગિની ઉરુસ એસમાં સ્પોર્ટી બમ્પર અને કૂલિંગ વેટ્‌સની સાથે બોનેટ અટૈચ છે. એયર સસ્પેંશન સિસ્ટમથી લેસ એસયુવીમાં ફિક્સ્ડ કોઈલ સેટઅપ આપવામાં આવ્યુ છે, જે સારા હૈંડલિંગ માટે આપવામાં આવ્યું છે.

ઉરુસ એસમાં ૪.૦ લીટર ટિ્‌વન ટર્બોચાર્ઝ્‌ડ વી ૮ એન્જિન આપવામાં આવ્યુ છે, જે ૬૬૬ પીએસની મૈક્સિમમ પાવર અને ૮૫૦ ન્યૂટન મીટરના પીક ટોર્ક જનરેટ કરે છે. આ પાવરટ્રેનની સાથે લૈમ્બોર્ગિની ઉરુસ એસ ૩.૫ સેકેંન્ડમાં ૦-૧૦૦ કેએમપીએચની સ્પીડ પકડી લે છે. આ એસયુવીમાં ૮ સ્પીડ ઓટોમૈટિક ટ્રાંસમિશન મળે છે.

લૈમ્બોર્ગિની એસની ટોપ સ્પીડ ૩૦૫ કેએમપીએચ છે. લૈમ્બોર્ગિની ઉરુસ એસના ફીચર્સની વાત કરીએ તો, આ કારમાં ડુઅલ સ્ક્રીન ડિસ્પલે, એમ્બિઅંટ લાઈટિંગ, વેંટિલેશન અને મસાજ ફંક્શન સાથે પાવર્ડ ફ્રંટ સીટ્‌સ, ૮ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટૈબિલિટી કંટ્રોલ અને એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટેંસ સિસ્ટમ સહિત અનેક ખૂબી આપવામાં આવી છે.

સચિન તેંડુલકર પાસે નવી લૈમ્બોર્ગિની ઉરુસ એસ સાથે પોર્શ ૯૧૧ ટર્બો એસ પણ છે, પોર્શ કાર સાથે તેઓ અવારનવાર મુંબઈમાં જાેવા મળે છે. તેમની પાસે બીએમડબલ્યુની પણ કાર છે. જેમાં બીએમડબલ્યુ ૭ સિરીઝ, બીએમડબલ્યુ એક્સ-૫-એમ, બીએમડબલ્યુ-૧૮, બીએમડબલ્યુ-૫ની સિરીઝ છે. સચિન તેંડુલકર પાસે ફેરારી પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.