Western Times News

Gujarati News

ઈસનપુરના કોર્પોરેટરે મતદારોની પરવા કર્યાં વિના પોતાની સમસ્યા હળવી કરી

પ્રતિકાત્મક

રોડ કમિટીના ડે. ચેરમેન હોવાથી તેમની પ્રથમ ફરજ એવા સ્થળે રોડ બનાવવાની છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ બોટ ચલાવવાની ફરજ ફરજ પડે છે. ખોખરા નું હાટકેશ્વર સર્કલ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે સદર પરિસ્થિતિના નિવારણ માટે તંત્ર દ્વારા દર વર્ષે નવા નવા ઉપાયો કરવામાં આવે છે પરંતુ તેમાં હજી સુધી કોઈ સફળતા મળી નથી.

શહેરમાં અંદાજે ૯૦૦ કિ.મી. સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી છે પરંતુ તેમાં પણ ગેરકાયદેસર જાેડાણો થવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ચાલુ વરસે વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે વાઈટ ટોપીંગ રોડ બનાવવા માટે જાહેરાત કરવામાં આી છે

જે સ્થળે વરસાદી પાણી ભરાતા હતા તે સ્થળે આ રોડ બનાવવાથી સમસ્યા હળવી થશે તેમ માનવામાં આવે છે. મ્યુનિ. શાસકોના સદર દાવા ના કારણે નાગરિકોને ઘણી રાહત થઈ હતી પરંતુ ઈસનપુરના કોર્પોરેટરે તેમની મતદારોની આશા અપેક્ષા પર પાણી ફેરવ્યું છે.

ઈસનપુર વોર્ડમાં જે સ્થળે વરસાદી પાણી ભરાય છે તેવા સ્થળે વાઈટ ટોપીંગ રોડ બનાવવાના બદલે આ મહાશયે પોતાના ઘર આંગણે જ વાઈટ ટોપીંગ રોડ બનાવી પોતાની સમસ્યા હળવી કરી છે જયારે મતદારોના ભાગે ફરી એક વખત બોટ ચલાવવાનો સમય આવ્યો છે.

શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડે.ચેરમેન શંકર ચૌધરીએ પોતાની સોસાયટીના જ ટીપી રોડમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સૌપ્રથમ વાર વ્હાઇટ ટોપીંગ રોડ મંજૂર કરાવી રૂ. ૨.૫ કરોડના ખર્ચે ૬ મહિનામાં બનાવ્યો છે.

ઇસનપુર માં અનેક એવી સોસાયટીઓ અને રોડ છે કે જ્યાં છેલ્લા ૨૫ વર્ષથી વધારે પાણી ભરાવવાની સમસ્યા છે અને વર્ષોથી લોકો હેરાન થાય છે તેવા સ્થળે રોડ બનાવી મતદારો ની હાલાકી દૂર કરવાના બદલે કોર્પોરેટરે માત્ર પોતાની તકલીફ દૂર કરવા તરફ જ ધ્યાન આપ્યુ છે.

રોડ કમિટીના ડે. ચેરમેન હોવાથી તેમની પ્રથમ ફરજ એવા સ્થળે રોડ બનાવવાની છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ બોટ ચલાવવાની ફરજ ફરજ પડે છે. ખોખરા નું હાટકેશ્વર સર્કલ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

આ ઉપરાંત બાપુનગર કે અમરાઈવાડી વિસ્તારમાં પણ વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે અને માત્ર એક ઇંચ વરસાદમાં પણ પાંચ ફૂટ જેટલું પાણી ભરાય છે. ઇસનપુરના કોર્પોરેટર શંકરભાઈ ચૌધરીએ પોતાની સોસાયટીના ટીપી રોડ પર વ્હાઇટ ટોપીંગ રોડ મંજૂર કરાવી અને પોતાના ઘર પાસે ભરાતા પાણીના પ્રશ્નનો માત્ર આઠ મહિના ઉકેલ લાવી દીધો છે પરંતુ તેમના વિસ્તારની સમસ્યા હજી સુધી યથાવત જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.