Western Times News

Gujarati News

શામળાજી સુર્યા એકલવ્ય સ્કૂલે સામુહિક ૭૦૨ વિદ્યાર્થીઓએ મડ બાથ કરી વર્લ્ડ રેકોર્ડ તોડ્‌યો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(પ્રતિનિધિ) ભિલોડા, મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી નિમિત્તે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ અંતર્ગત માસ મઠબાથ એશિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવવા આયુષ મંત્રાલય નેચરોપેથી દ્વારા દિલ્હી સંચાલીત શામળાજી નજીક આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા ના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત ૭૦૨ ની સ્ટ્રેન્થએ આ અનોખો પ્રયોગથી મુલતાની માટી દરેકે આખા શરીરે દરરોજ લાગાવવાથી શારીરિક તકલીફો તેમજ ચર્મ રોગો સહિત કબજિયાત અને હઠીલા કેટલાય રોગોમાં ફાયદો થઈ દૂર થયા હોવાનો દાવો છે આ સંદર્ભમાં સમૂહ માં મડ બાથ કરવા નો રેકોર્ડ નોંધાવ્યો હતો.

મહાત્મા ગાંધીજીના નેચરોપેથીના સિદ્ધાંતો ને આગળ વધારવા ના પ્રયાસો હાથ ધર્યા હતા.ઉત્તરપ્રદેશ ના ગોરખપુર ખાતે ગત વર્ષે યોજાયેલ એશિયા બુક ઓફ રેકોર્ડ નો ૫૦૮ નો રેકોર્ડ તોડી ભિલોડા ની ખેરચા ની સૈનિક સ્કૂલમાં યોજાયેલ શનિવારના કાર્યક્રમમાં ૭૦૨ નો વર્લ્ડ રેકોર્ડ નોંધાવી સર્ટીફિકેટ દિલ્હીના એશિયા બુક રેકોર્ડ ના નિલીમાજી ના હસ્તે એનાયત કરાયું હતું આ કાર્યક્રમમાં સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરચા ના મેનેજર સંતેન્દ્ર શર્મા, પ્રિન્સિપાલ પંડ્‌યા તેમજ એશિયા વલ્ડ રેકર્ડની ટિમ ના ઓર્ગેનાઇજાર નિલીમાજી તેમજ સૂર્યા ફાઉન્ડેશનના ડાયરેકટર ર્ડા. અનંત બિરાદર સહિત આસપાસ ની સ્કૂલો ના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.