Western Times News

Gujarati News

આમોદ પોલીસે ૯ હજાર કિલો લોખંડના ભંગારના સામાન સાથે જંબુસરના હોમગાર્ડ સાથે છ ની અટકાયત કરી

લોખંડની એંગલોનો ભંગાર મગણાદની કંપની માંથી વાયા આમોદ થઈ વડોદરા લઈ જતા હતા
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પોલીસે ગત રોજ બાતમી મળી હતી જેના આધારે આમોદની ડિસેન્ટ હોટેલ નજીક વોચ ગોઠવતા બાતમી મળ્યા મુજબ પાયલોટિંગ કરતી કાર તથા લોખંડની એંગલોનો ભંગાર ભરેલો આઈસર ટેમ્પો અને લોખંડનો ભંગાર મળી કુલ ૮.૩૦ લાખના મુદામાલ સાથે જંબુસરના એક હોમગાર્ડ તથા અન્ય પાંચની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ પોલીસને મળેલી બાતમીના આધારે હોટેલ ડિસેન્ટ નજીક વોચ ગોઠવાતા જંબુસર તરફથી પાયલોટિંગ કરતી કાર આવી રહી હતી તેમજ તેની પાછળ ભંગાર ભરેલો આઈસર ટેમ્પો આવી રહ્યો હતો.જે પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ ગાડી નંબર જીજે ૬ ડીબી ૮૩૨૬ તથા એક આઈસર ટેમ્પો જીજે ૬ એટી ૬૧૫૭ ને રોકી આઈસર ટેમ્પોમાં તપાસ કરતાં લોખંડની એંગલો ભરેલી મળી આવી હતી.જે બાબતે પૂછતાછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં તેમજ કોઈ આધાર પુરાવો કે બિલ ના હોવાથી આમોદ પોલીસે સીઆરપીસી ની કલમ ૧૦૨ મુજબ આઈસર ટેમ્પો કાર તથા લોખંડનો ભંગારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને  ૧, બબ્બન શિવકુમાર ભારદ્વાજ ૨,રાકેશ રમણ પાટણવાડિયા ૩,વિકાશકુમાર રાજનંદન પ્રસાદ ૪,ગણેશ શાંતારામ આમલે ૫,દિલીપ હુરજી મુનિયા  તમામ રહે હાલ મકરપુરા વડોદરા તથા ૬,કેતુલકુમાર નલિન જોશી રહે જંબુસર જેઓ જંબુસર હોમગાર્ડમાં પણ ફરજ બજાવે છે.તેમજ તેમના પિતા પણ જંબુસર હોમગાર્ડમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.જે તમામ છ આરોપીઓની ૪૧ (૧) ડી મુજબ ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.જેની આગળની તપાસ આમોદ પોલીસ સબ ઈન્સ્પેક્ટર મિતેષ સકોરિયા ચલાવી રહ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.