Western Times News

Gujarati News

દુબઈની પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ એસ.પી. હિન્દુજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

મહાનુભાવોએ હિંદુજા પરિવારના અગ્રણીની લાગણીસભર યાદો તાજી કરી

દુબઈ, હિંદુજા પરિવારના દિવંગત એસ.પી. હિન્દુજાને દુબઈમાં એક પ્રાર્થના સભામાં મહાનુભાવો, વ્યવસાયિક ભાગીદારો, શુભેચ્છકો, ધાર્મિક અને સમુદાયના આગેવાનોએ ઉપસ્થિત રહીને ઉમદા શ્રદ્ધાંજલિ આપી હતી,

જે ચેરમેન તરીકે હિન્દુજા ગ્રુપનું નેતૃત્વ કરતી વખતે ભાગીદારી તેમજ વ્યક્તિગત અને વ્યાવસાયિક મૂલ્યો પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વિવિધ ક્ષેત્રોના 400 લોકોએ હાજરી આપી હતી તેવા આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં, યુએઈના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વના મંત્રી, માનનીય શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને એસપી વિશે તીવ્ર કુશાગ્રતા ધરાવતા બિઝનેસ મેન તરીકે અને એક ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ વ્યક્તિ તરીકે વાત કરી હતી,

જેમણે સંબંધોની કદર કરી હતી. તેમણે તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી જેમણે સમગ્ર વિશ્વમાં અને યુએઈમાં મૂળિયા સાથે હિંદુજા ગ્રૂપના વિકાસને એક આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમૂહ તરીકે વૃદ્ધિ તરફ દોરી ગયા છે.

“એસપી હંમેશા યાદ આવશે… તેમની સ્મૃતિ એક આશીર્વાદ છે…આપણે બધા તેમના જીવન અને આદર્શોથી પ્રેરિત રહીએ,” એમ તેમણે જણાવ્યું હતું.

“હું તેમના શાણપણ અને ઉદારતાનો મોટો પ્રશંસક છું અને તેમના દ્વારા જે પણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે તેના પર હું આશ્ચર્ય પામું છું,” એમ માનનીય શેખ નાહ્યાને ઉમેર્યું હતું.

હિન્દુજા બંધુઓ – અશોક હિન્દુજા અને પ્રકાશ હિન્દુજાની હાજરીમાં ભક્તિમય વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો સાથે યુએઈના વિવિધ બિઝનેસ લીડર્સે હાજરી આપી હતી. જેમણે તેમના ભાષણોમાં એસપી વિશેની તેમની યાદો શેર કરી હતી

તેમાં લુલુ ગ્રુપના એમડી અને ચેરમેન યુસુફ અલી એમએ, આઈટીએલ કોસ્મોસના ગ્રુપ ચેરમેન રામ બક્સાની, રીગલ ગ્રુપના ચેરમેન વાસુ શ્રોફ, અલ તમીમી એન્ડ કંપનીના ચેરમેન એસામ અલ તમીમી અને અન્યનો સમાવેશ થાય છે.

યુએઈના બીએપીએસના સ્વામી બ્રહ્મ વિહારીએ એસપી હિન્દુજાને યાદ કરતાં જણાવ્યું હતું કે, “તેઓ ખૂબ જ લોકપ્રિય અને સફળ વ્યક્તિ હતા… પરોપકાર તેમના જીવનનો એક ભાગ હતો.”

આ પ્રસંગે આધ્યાત્મિક ગુરૂઓ,સદગુરૂ, સ્વામી ચિદાનંદ સરસ્વતી, સાધ્વી ભગવતી સરસ્વતીના સંદેશાઓ પણ સંભળાવવામાં આવ્યા હતા.

જાણીતા ગાયકો રાહત ફતેહ અલી ખાન, કૈલાશ ખેર અને અનુપ જલોટાએ ભક્તિ ગીતો વડે એસપીને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

હિન્દુજા પરિવારને એસપીના નિધન પર અનેક જનરેશનના રાજવીઓ, રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો, આધ્યાત્મિક અને વેપારી અગ્રણીઓ, વૈશ્વિક કલાકારો, સાંસ્કૃતિક અગ્રણીઓ અને સહયોગીઓ તરફથી શોક પત્રો અને સાંત્વનાના શબ્દો મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.