Western Times News

Gujarati News

F1 ઇન્ફો સોલ્યુશન્સ ભારતમાં ગૂગલ પિક્સલ ફોન માટે આફ્ટર સેલ્સ સર્વિસ પૂરી પાડશે

ફ્લિપકાર્ટની સબસિડિઅરી F1 ઇન્ફો સોલ્યુશન્સ એન્ડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડએ ઉપભોક્તાઓને ગૂગલ પિક્સલના ઉપભોક્તાઓને આફ્ટર સેલ્સ સર્વિસ પૂરી પાડશે, જેઓ નોઇડામાં સેન્ટ્રલાઈઝ્ડ રિપેર સેન્ટર અને વોક ઇન સર્વિસીસ F1ના 28 સર્વિસ સેન્ટર્સમાંથી સમગ્ર દેશના 27 શહેરોમાં સેવા પૂરી પાડશે

અત્યાધુનિક આફ્ટર-સેલ્સ રિપેર સપોર્ટમાં તેમના ડિવાઈસને એકત્રિત કરવું, ડિવાઈસનું સમારકામ કરવું અને ગ્રાહકોને પાછું પહોંચાડવું જરૂરી છે

બેંગ્લુરુ- ફ્લિપકાર્ટની સબસિડિઅરી અને સર્વિસ શાખા, F1 ઇન્ફો સોલ્યુશન્સ અને સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ જાહેર કરે છે કે, તેઓ ગૂગલની સાથે તેના સહયોગની જાહેરાત કરે છે, જે નોઇડામાં એક સેન્ટ્રલાઇઝ્ડ રિપેર સેન્ટર દ્વારા ગૂગલ પિક્સલ ફોન માટે અત્યાધુનિક ગ્રાહક સપોર્ટ પૂરું પાડે છે અને સમગ્ર દેશમાં તેના 27 શહેરોમાં વોક-ઇન સર્વિસ સેન્ટર પૂરું પાડશે. F1 Info Solutions & Services to provide End-to-End After-Sales Service Support for Google Pixel Mobile Phones in India

વોક-ઇન સર્વિસ સેન્ટર્સ ખાતે, ગ્રાહકો સરળ સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે અથવા તેમના પિક્સલ ઉપકરણની વિશેષતાઓ વિશે માહિતી મેળવી શકે છે. જો, તેમના ડિવાઇસને કોઈ રિપેરની જરૂરિયાત હોય ત્યારે આ નોઈડા સ્થિત સેન્ટ્રલાઈઝ્ડ રિપેર સેન્ટર દ્વારા કરવામાં આવશે.

વોક-ઇન સેન્ટરએ સુરક્ષિત રીતે પેક કરશે અને તેને સર્વિસિંગ સેન્ટર માટે મોકલે છે, જ્યાં સુધી તેમનું ઉપકરણ રિપેર ન થાય અને સેન્ટરમાંથી પરત કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ યુઝરની સાથે વાતચીત કરશે.

વર્ષોથી, F1 સર્વિસીસએ તેના ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓ સારી રીતે પૂરી પાડવામાં આવે તેની ખાતરી કરવા માટે લાયકાત ધરાવતા ટેકનિશિયનોની તાલીમ અને એક મજબૂત પૂલ બનાવવા માટે રોકાણ કરે છે. ગૂગલ પિક્સલ ફોનમાં સર્વિસ આપવા માટે ગૂગલના નિષ્ણાંતો દ્વારા F1 સર્વિસીસએ હવે સેવાઓને તાલિમ આપવામાં આવશે.

આ સહયોગ વિશે જણાવતા, ડો. નિપુણ શર્મા, જીવ્સ કન્ઝ્યુમર સીઇઓ અને F1 ઇન્ફો સોલ્યુશન્સ અને સર્વિસ, ફ્લિપકાર્ટ જૂથ કહે છે, “ગ્રાહકોને વેચાણ પછીની સેવાની અછત અથવા નબળી ગુણવત્તા સાથે ઝઝૂમી રહેલા ગ્રાહકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને સમજીને,

F1એ એક સંગઠિત અને ગ્રાહક કેન્દ્રિત આફ્ટર સેલ્સ સર્વિસ નેટવર્ક ઉભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે ખૂશ છીએ કે, ગૂગલ પિક્સલ દ્વારા તેના પિક્સલ ફોન્સના વેચાણ પછીની અત્યાધુનિક સેવાઓ માટે તેમના કસ્ટમર કેર સર્વિસ પ્રોવાઇડર તરીકે અમારી પસંદગી કરી છે.

28 વોક-ઇન સેન્ટર અને એક સેન્ટ્રલાઈઝ્ડ રિપેર સેન્ટરની સાથે ગૂગલ પિક્સલના ઉપભોક્તા હવે અમારા કુશળ પ્રોફેશનલ્સ પાસેથી સરળ વેચાણ પછીની સેવાઓ મેળવી શકશે. આ સહયોગથી F1ની નિપૂણતાએ ગ્રાહકોના અનુભવને વધુ સારો બનાવશે તથા વેચાણ પછી શ્રેષ્ઠ સેવાઓ આપશે.”

F1 પાસે માલિકીની સેવાઓનું તથા સહયોગીઓનું ઉંડું નેટવર્ક ધરાવે છે. તેનાથી તેઓ રિપેર, મેઇન્ટેનન્સ, ઇન્સ્ટોલેશન, ડેમો અને વીએએસ (વેલ્યુ એડેડ સર્વિસ)માં વિશાળ વેચાણ પછીની સુવિધાની રેન્જ પૂરી પાડે છે. જે 40થી વધુ પ્રોડક્ટ શ્રેણીમાં સુરક્ષા અને વોરંટીમાં વધારો, ઇનબાઉન્ડ, આઉટબાઉન્ડ અને નોન-વોઇસ કસ્ટમર કેર સર્વિસ પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.