Western Times News

Gujarati News

રોજ સવારે યોગા પછી મને ભરપૂર ઊર્જા અને પ્રાણશક્તિ મળી હોય તેવું લાગે છે: નેહા જોશી

રોજ સવારે યોગા પછી મને ભરપૂર ઊર્જા અને પ્રાણશક્તિ મળી હોય તેવું લાગે છે: નેહા જોશી

યુગ યુગથી ભારતીય સાધકો યોગાને શરીર અને મનને એકત્ર કરવાનું ઉત્કૃષ્ટ માધ્યમ તરીકે જોતા આવ્યા છે. દર વર્ષે 21મી જૂનના રોજ આપણે યોગાનાં ભરપૂર મૂલ્યો અને માનવી શરીર માટે તેની કાયાકલ્પ અસર પર ભાર આપવા આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું આયોજન કરીએ છીએ.

યોગા દિવસના આ અવસરે એન્ડટીવીના કલાકારો તેમના જીવનમાં યોગાના મહત્ત્વ વિશે વાત કરે છે. તેઓ યોગા તેમની સુખાકારી, ક્રિયત્મકતા અને એકંદર પ્રવાસમાં કઈ રીતે હકારાત્મક પ્રભાવ પાડે છે તે વિશે માહિતી આપે છે. આમાં સમાવેશ થાય છે, નેહા જોશી (યશોદા, દૂસરી મા), હિમાની શિવપુરી (કટોરી અમ્મા, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “આશરે બે વર્ષથી હું યોગા કરું છું અને આ પરિવર્તનકારી પ્રવાસ રહ્યો છે. યોગા ધ્યાન કેન્દ્રિત કરવા અને એકંદર સ્વાસ્થ્ય જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. રોજ સવારે યોગા પછી મને ભરપૂર ઊર્જા અને પ્રાણશક્તિ મળી હોય તેવું લાગે છે.

હું વિવિધ યોગાના પ્રવાહો અને આસનો શીખી રહી છું અને સુધારણા પર ભાર આપી રહી છું ત્યારે સૂર્ય નમસ્કાર મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ ચોક્કસ યોગાસન મન અને શરીરને શાંતિની અસર કરે છે અને તણાવ તથા બેચેનીને અસરકારક રીતે દૂર  કરે છે.

તે શારીરિક અને માનસિક શક્તિ માટે દીર્ઘ સ્થાયી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે, પીઠના સ્નાયુઓ મજબૂત બનાવીને મારી એકંદર શરીરની સ્થિતિને બહેતર બનાવે છે. યોગા દિવસ પર હું મનઃપૂર્વક દરેકને યોગા અપનાવવા પ્રોત્સાહન આપું છું, કારણ કે તે ભાવનાત્મક, શારીરિક અને માનસિક સુખાકારી લાવે છે.”

હપ્પુ કી ઉલટન પલટનમાં હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, “મારા વ્યસ્ત અને ઓતપ્રોત જીવનમાં યોગા આધારનું કામ કરે . બેઠાડુ જીવનશૈલી, ઓછી ઊંઘ અને બિન- આરોગ્યવર્ધક ખાવાની આદતોની ખરાબ અસરો શારીરિક અને માનસિક સુખાકારીને પણ અસર કરે છે.

આથી જ રોજ યોગા કરવાથી માર્ગદર્શક બળ મળીને મારા એકંદર ફિટનેસનું સંતુલન જાળવવા અને બહેતર બનાવવામાં મદદ મળે છે. સમર્પિત પ્રેક્ટિશનર તરીકે હું ભારપૂર્વક માનું છું કે યોગા અને પ્રાણાયામ સમયની કસોટીમાંથી પાર ઊતરેલા વ્યવહારો છે, જે કસોટીમાં ખરા ઊતર્યા છે.

તે મારાં લક્ષ્યોને હાંસલ કરવા માટે મૂલ્યવાન સાધનો આપે છે. યોગા મહત્ત્વપૂર્ણ પાયો બની ચૂક્યું છે, જે જીવનના પડકારોમાં મને ટેકો આપે છે, જેથી હું સહજ રીતે જીવન જીવવા સાથે આશાવાદ અને એકાગ્રતા વધે છે. આ થેરાપ્યુટિક મોડાલિટી બન્યું છે, જે મારા પરિપૂર્ણ સ્વાસ્થ્ય કલ્યાણને પોષે છે.”

ભાભીજી ઘર પર હૈમાં વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “સામાજિક, પર્યાવરણ અને નાણાકીય ઊથલપાથલના આ યુગમાં આપણું જીવન અભૂતપૂર્વ પડકારોથી અવરોધાયું છે. આ દોડધામભર્યા જીવન વચ્ચેયોગા પરિપૂર્ણ સુખાકારી હાંસલ કરવા માટે મારી ગોપનીય ચાવી બની ચૂક્યું છે.

મારા જીવનના અંધકારમય દિવસો દરમિયાન મારી એકાગ્રતા ઓછી થતી હતી ત્યારે યોગા માર્ગદર્શક પ્રકાશ તરીકે ઊભરી આવ્યું, જેણે મારા મન, અંતર અને શરીરને પુનઃસ્થાપિત કરીને કાયાકલ્પ કર્યો છે. યોગાથી મારી એકાગ્રતા વધવા સાથે મારી અભિનય કુશળતા પણ વધી છે.

હું વારાણસીમાં મારા વતનમાં જાઉં છું ત્યારે ગંગાના પવિત્ર ઘાટ પાસે પ્રાણાયામ અને લાફ્ટર યોગા કરું છું, જેનાથી શાંતિ મળે છે. મારા વાલીઓ પણ જોડાય છે. આ યોગાથી રોજબરોજનો મારો તાણ ઓછો થાય છે અને મારા અંતરનો કાયાકલ્પ થાય છે. બહુ જ ધ્યાનપૂર્વક હું દરેકને તેમના જીવનની બહેતરી માટે પરિવર્તનકારી બળ તરીકે યોગા કરવા ભલામણ કરું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.