Western Times News

Gujarati News

RTE પ્રવેશ પ્રક્રિયાઃ ૨૧ જૂન સુધી શાળાઓની પુનઃ પસંદગી કરી શકાશે

અમદાવાદ, આરટીઈ-૨૦૦૯ અંતર્ગત અરજી કરેલી હોય તેવા વિધાર્થીઓ અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડના અંતે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓ તા. ૨૧/૦૬/૨૦૨૩ બુધવાર સુધીમાં આરટીઈના વેબપોર્ટલ પર જઇ શાળાની પુનઃ પસંદગી કરી શકશે.

આ સમગ્ર પ્રક્રિયા માટે શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવા જણાવવામાં આવ્યું છે. ત્યાર બાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. કોઈ પણ શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગી અનુસાર ક્રમ મુજબ શાળાઓ પસંદ કરવી જરૂરી હોવાનું જણાવ્યુ છે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે.

શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં આપવામાં આવેલા હેલ્પલાઈન નંબર પર વિદ્યાર્થીઓ સંપર્ક કરી શકશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા નહી માગતા હોય તેવા વિદ્યાર્થીઓ અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમ અનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ખાસ કરીને આ બેઠકમાં પ્રથમ રાઉન્ડ તેમજ બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ સમગ્ર રાજ્યમાં અંગ્રેજી માધ્યમની ૧૩,૦૬૮, ગુજરાતી માધ્યમની ૧૫,૪૦૪, હિન્દી માધ્યમની ૨૮૨૮, અન્ય માધ્યમની ૨૯૧ સહિત કુલ ૩૧,૬૦૯ જેટલી જગ્યાઓ ખાલી રહી છે.

મહત્વનુ છે કે જે પણ વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય કરાઇ હોય અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન વધુમાં વધુ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપી શકાય એમ યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.