Western Times News

Gujarati News

અમિત શાહના હસ્તે AMC દ્વારા ન્યૂ રાણીપમાં તૈયાર કરાયેલા ગાર્ડનનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહે વર્ષોની પરંપરા મુજબ અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથના દર્શન – મંગળા આરતી કર્યા બાદ અમદાવાદ નગરજનોને  રૂપિયા ૭૩ કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપી હતી.

અષાઢી બીજના પાવન અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ રાણીપમાં તૈયાર કરાયેલા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજયકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ  પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ,  અ.મ્યુ.કોના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેષભાઈ બારોટ, કોર્પોરેટરશ્રીઓ  તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.