Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનના બેટ્‌સમેનને ધોનીએ આપી ખાસ ગિફ્ટ

નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ ચર્ચા થઇ હતી. આ પાછળનું કારણ એ હતું કે ઘણા ક્રિકેટ ફેન્સનું માનવું હતું કે આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે. આ કારણે ઘણા ખેલાડીઓ મેચ બાદ ધોની સાથે સેલ્ફી લેતા કે જર્સી પર તેનો ઓટોગ્રાફ લેતા જાેવા મળ્યા હતા. હવે આ દરમિયાન અફઘાનિસ્તાનના વિકેટ કીપર બેટ્‌સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને પણ ધોની તરફથી ખાસ ભેટ મળી છે. CSK captain Mahendra Singh Dhoni in the 16th season of IPL

અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી આઈપીએલની આ સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ટિ્‌વટર પર પોસ્ટ કરેલી તસવીરમાં જાેઇ શકાય છે કે ગુરબાઝે ચેન્નઈ સુપર કિંગ્સની સાત નંબરની જર્સી પકડી રાખી છે, જેમાં ધોનીનો ઓટોગ્રાફ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ગુરબાઝે ચેન્નઈ ટીમની જર્સી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે ભારત તરફથી આ અદભૂત ભેટ મોકલવા બદલ માહી સરનો આભાર. રહેમાનુલ્લા ગુરબાઝને કોલકાતા નાઈટ રાઈડર્સે ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી પંજાબ કિંગ્સ સામે IPLન્માં ડેબ્યૂ કરનાર ગુરબાઝે ૧૧ ઇનિંગ્સમાં ૧૩૩.૫૨ના સ્ટ્રાઇક રેટથી કુલ ૨૨૭ રન બનાવ્યા હતા. દરમિયાન ગુરબાઝે બે અડધી સદી ફટકારી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સીઝન કંઈ ખાસ રહી નથી. ટીમ ૧૪ લીગ મેચોમાંથી માત્ર ૬ જ જીતી શકી અને પોઈન્ટ ટેબલ પર ૭મા સ્થાને રહી હતી. ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ ૨૦૨૩ની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ ૨ વિકેટે જીત મેળવી છે.

ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અણનમ ૪૪ રન ફટકાર્યા હતા અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ટીમ માટે ૬૫ રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ઈગ્લેન્ડ તરફથી બ્રોડે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. વરસાદના કારણે છેલ્લા દિવસની રમત બીજા સેશનથી શરૂ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.