Western Times News

Gujarati News

“કોંગ્રેસ છોડી ભાજપમાં જતા નેતાઓની મહેચ્છા પૂરી થતી નથી”

ડીસા, કોંગ્રેસના સિનિયર નેતાઓના ગુજરાતમાં બિપોરજાેય વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત શરૂ કરી છે. તેઓ વાવાઝોડાથી પ્રભાવિત પીડિતોની વ્યથા સાંભળશે.

ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી બનાસકાંઠા અને પાટણમાં થયેલી અતિવૃષ્ટિમાં લોકોની મુલાકાતે હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા નેતાઓ વિશે મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમૂખ જગદીશ ઠાકોર, સેવાદળનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રીય , ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, જોઇતાભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, જિલ્લાના પ્રભારી મુકેશ ભાઈ દેસાઈ તેમજ જિલ્લાના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

કોંગ્રેસ છોડી જતા લોકો મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમા જવાના કારણો મારા કરતાં મીડિયા સારી રીતે જાણે છે. કોંગ્રેસ છોડી ગયા પછી એક મહિના બાદ શું પરિણામ આવે છે તે પણ જાેયુ છે. પરંતું ભાજપમાં જઈને તેમની મહેચ્છા પૂરી થતી નથી. માત્ર ચૂંટણી પૂરતો જ તેમનો ઉપયોગ કરાય છે. ચૂંટણી પછી જે જે લોકો ગયા છે તેમની શુ દશા થાય છે તે પણ આપણે જાેયું છે.

તેમણે કેવા લોકો કોંગ્રેસમાં જાય છે તે વિશે કહ્યું કે, બે થી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે. એક જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુનાઓ દાખલ થયા હોય. અને ત્રીજા એવા લોકો જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરીને ભાજપમાં જાય છે,

તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી જનારા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઈચ્છા પૂરી થતી નથી, માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પત્યા પછી જે જે લોકો ગયા છે તેમને શું દશા થાય છે તે પણ જાેયું છે. ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે એટલે જ બીજા પક્ષોને ધાક ધમકી આપી અને લાલચો,

જે કંઈ આપવાનું હોય તે આપી પોતે મજબૂત થવાનો દાવો કરે છે. જગદીશ ઠાકોરે ભાજપ વિશે કહ્યું કે, જે દિવસે ભાજપમાં રહેતો દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીં તેવી વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.