Western Times News

Gujarati News

અનરાધાર વરસાદ બન્યો આફતરૂપ, તો ઘણા વિસ્તારોમાં પાણી જ પાણી

પ્રતિકાત્મક

અમદાવાદ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જાે કે અનરાઘાર વરસાદે સુરતના શહેરીજનોની મુશ્કેલી વધારીછે. સુરતમાં ભારે વરસાદે મનપાની પોલ ખોલી દીધી છે. પાંડેસરા વિસ્તારમાં રોડ બેસી જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. આ વિસ્તારમાં રોડ બેસી જતાં નોવા કોમ્પ્લેક્સ પાસે રોડ બેસી જતા ટેમ્પો ફસાઇ હતો. સુરતના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. કામરેજ ચાર રસ્તા પર ભરાયા ઘુંટણસમા પાણી ભરાયા છે.

હાઈવે પરના સર્વિસ રોડ પર ભરાયા પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવી રહ્યાં છે. સુરતના મોટાભાગના વિસ્તારમાં પાણી ભારાતા મનપાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. કરોડોના ખર્ચે નાંખેલી ગટર લાઈનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.

પાંડેસરા, ઉધના દરવાજા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. દક્ષેશ્વર મંદિર વિસ્તાર,જુની સબ જેલ વિસ્તાર પાણી પાણી થઇ જતાં ઓફિસે જતા નાગરિકોને હાલાકી પડી રહી છે.મંગળવારે રાત્રે વરસેલા વરસાદે સુરત મનપાના પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.

અહીં લીબાયત વિસ્તારો વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહ્યી છે. લીંબાયત મીઠીખાડીમાં ઘુંટણ સુધીના પાણી ભારાયા છે. કડોદરા ચોકડી નજીકના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. ચામુંડા હોટલ, આસપાસની દુકાનોમાં પાણી ભરાઇ જતાં વેપારીઓની પણ મુશ્કેલીમાં વધારો થયો છે.

વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. કૈલાશ રોડ, તિથલ રોડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડના માર્કેટ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. તાપી જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં તાપીના વાલોડમાં પોણા પાંચ ઈંચ અને તાપીના વ્યારામાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૧૫.૦૧ ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૬૯.૪૭ ટકા વરસાદ વરસ્યો પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૨૦.૯૩ ટકા અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૨૧.૭૩ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ભારે વરસાદના કારણે ૬ ડેમ એલર્ટ પર છેે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.