Western Times News

Gujarati News

નવસારી-વલસાડમાં આગામી ૨ દિવસ સુધી હાઈ અલર્ટ જાહેર

weather forecast

મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે

દેશભરના મેદાની વિસ્તારોથી લઈને પહાડી રાજ્યો સુધી વરસાદનો સિલસિલો હાલમાં જાેવા મળી રહ્યો છે

અમદાવાદ, દેશભરના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન ખાતાનું માનીએ તો આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની વકી છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી રાજ્યો સુધી વરસાદનો સિલસિલો જાેવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદના પગલે ગરમીથી રાહત છે તો ક્યાંક વરસાદ આફત બીને વરસી રહી છે. પહાડો પર ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત છે. High alert declared in Navsari-Valsad for next 2 days

મંગળવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. હવે હવામાન વભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. જેને જાેતા હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં આગામી ૨ દિવસ (૨૯ અને ૩૦ જૂન) સુધી હાઈ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાનું માનીએ તો દમણ અને દાદરા નાગર હવેલીમાં પણ ભારે વરસાદ જાેવા મળશે.

અહીં પણ હવામાન ખાતાએ હાઈ અલર્ટ જાહેર કર્યું છે.હવામાન ખાતાનું માનીએ તો દેશની રાજધાની દિલ્હીમાં આજે ન્યૂનતમ તાપમાન ૨૬ ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાઈ શકે છે. આજે નવી દિલ્હીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જાેવા મળી શકે છે. હવામાન ખાતાનું માનીએ તો રવિવાર સુધીમાં નવી દિલ્હીમાં સતત વરસાદનો દોર ચાલુ રહેશે. નોઈડાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે.હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાઈમેટનું માનીએ તો ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કીમ, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કોંકણ અન ગોવા તથા કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ સાથે જ પૂર્વોત્તર ભારત, બિહારના પૂર્વ ભાગોમાં, છત્તીસગઢના કેટલાક ભાગો, કેરળ, વિદર્ભ મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અને લક્ષદ્વિપમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદનું પૂર્વાનુમાન છે.હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પહાડો પર કહેર વર્તાવ્યા બાદ હવે વરસાદ મહારાષ્ટ્ર, ગુજરાતમાં આફત બની રહી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બુધવાર ભારે વરસાદ પડ્યો.રાજ્યોના અનેક જિલ્લાઓ માટે આજે યલ્લો અલર્ટ જાહેર છે.

જ્યાં ૨૯ અને ૩૦ જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે. મૂસળધાર વરસાદના કારણે મુંબઈ નજીક થાણેના અનેક વિસ્તારોમાં બુધવારે પાણી ભરાઈ ગયા. જ્યારે માયાનગરીના રસ્તાઓ પણ પાણીના સૈલાબથી ઝૂઝતી જાેવા મળી. વરસાદના કાણે અંધેરી સબબવેમાં એટલું પાણી ભરાઈ ગયું કે ત્યાં ટ્રાફિક રોકાઈ ગયો.હવામાન ખાતાનું માનીએ તો યુપીની રાજધાની લખનઉમાં આજે ન્યૂનતમ તાપમાન ૨૭ ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.