Western Times News

Gujarati News

ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી માટે US જવું સરળ થશે

ગણપત યુનિ.ના USAની યુનિ. અને એન.કે. ટેકનોલેબ સાથે એન્જિનિયરિંગ કોર્સ માટે MoU

મહેસાણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકાની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે જે સમજુતિઓ થઈ તેમાંની એક બંને દેશોની પ્રતિભાઓના આદાન-પદાન માટે સેતુ રચવાની પણ હતી, તેને અનુસરીને ગણપત યુનિવર્સિટીએ અમેરિકાની સુપ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ફેરલી ડિફિન્સન યુનિ. સાથે એમઓયુ સાઈન કર્યું છે. જેમાં જાણીતી સંસ્થા એન.કે. ટેકનોલેબ્સ પણ જાેડાઈ છે. It will be easy for Ganpat University students to go to US for Masters degree

એન્જિનિયરિંગના માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે થયેલા આ ત્રણેય સંસ્થાઓ વચ્ચેના એમઓયુ દ્વારા વિદ્યાર્થીઓને એમના અભ્યાસ સશોધન માટે પરદેશ જવાની તક મળશે અને પરસ્પર સહયોગમાં મદદરૂપ બનશે.

આ સમજુતી કરાર (એમઓયુ) ઉપર સહી કરવાના અવસરે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, ફેરલી ડિકિન્સન યુનિવર્સિટી (અમેરિકા- કેનેડા)ના પ્રેસિડેન્ટ ડો. માઈકલ અવલટ્ટોની, ફેરલી યુનિવર્સિટીના વાઈસ પ્રોવોસ્ટ (ઈન્ટરનેશનલ અફેર્સ) ડો. જેસોન સ્કોર્ઝા અમેરિકાથી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.

તો ભારતમાં ગણપત યુનિવર્સિટીના આંગણે યુનિ.ના ડાયરેકટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, જાેઈન્ટ ડિરેકટર જનરલ ડેનિયલ મોન્ટપ્લેઈસર, એન.કે. ટેકનોલેબના સીઈઓ કુંતેશભાઈ પરીખ, યુનિ. ના પ્રો. વાઈસ ચાન્સેલર પ્રો. ડો. આર.કે. પટેલ, પ્રો. વાઈસ ચાન્સેલર પ્રો. ડો. સૌરભ દવે, એકિઝ, રજિસ્ટ્રાર ડો. ગિરીશભાઈ પટેલ તેમજ બંને યુનિ.ના એકિઝ, ડીન્સ, આચાર્યો અને પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહી સહભાગી બન્યા હતા.

પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ આવકાર પ્રવચનમાં કહ્યું કે, આપણા દેશની નવી શિક્ષણનીતિ અનુસાર શિક્ષણ અને સમાજમાં પરિવર્તન લાવવા માટે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સહયોગ- સમજુતી આવશ્યક ગણાય, આ સમજુતી બંને યુનિવર્સિટી માટે, તેના વિદ્યાર્થીઓ માટે વિશાળ શકયતાઓનો એક વૈશ્વિક સેતુ બની રહેશે.

ફેરલી ડિકિન્સન યુનિ. ના વાઈસ પ્રોવોસ્ટે જણાવ્યું કે, બંને યુનિવર્સિટીના વિઝનમાં જે સામ્ય છે તે જાેતાં આ એમઓયુની અનિવાર્યતા હતી, જેના દ્વારા ટેકનોલોજી અને માન્યતાનો સુભગ સમન્વય થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.