Western Times News

Gujarati News

માહિતી વિભાગના પાંચ અધિકારીઓ નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

ગાંધીનગર, માહિતી ખાતામાં ૩૯ વર્ષની લાંબી સેવાઓ બાદ ગાંધીનગર ખાતેથી સંયુકત માહિતી નિયામક શ્રી જી.એફ. પાંડોર, નાયબ માહિતી નિયામક શ્રી આઈ.એમ. ઠાકોર, સહાયક માહિતી નિયામક શ્રીમતી લીતીબેન અને શ્રી રાઠોડ આજે વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

માહિતી પરિવારના મોભી અને માર્ગદર્શક એવા માહિતી નિયામક ધીરજભાઈ પારેખે નિવૃત થતા અધિકારીઓને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે. આગળનું જીવન તેમનું પરિવાર સાથે સુખમય અને નિરોગી નિવડે તેવી શુભેચ્છા આપી હતી.

તેમણે કહ્યું કે, ખાતામાં અનુભવી માણસો વયનિવૃત થઈ રહ્યા છે ત્યારે પાંડોરભાઈની સેવાઓની માહિતી પરિવારને ચોકકસ ખોટ પડશે. તેમણે પાંડોર સાહેબની ઓછુ બોલવું અને આઉટપુટ વધારે આપવું એ સેવાઓને બીરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે શ્રીમતી લીતીબેન અને રાઠોડભાઈની સેવાઓને બિરદાવીને પણ બંનેનું આગામી જીવન સુખમય નિરોગી રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.

આ ઉપરાંત તેમણે માહિતી ખાતાની જિલ્લા કચેરીઓમાંથી નિવૃત્ત થતા ૧૯ જેટલા કર્મચારીઓને પણ શુભકામનાઓ પાઠવી હતી. માન. રાજયપાલશ્રીના પ્રેસ સચિવ અને સંયુક્ત માહિતી નિયામક શ્રી હિરેનભાઈ ભટ્ટે નિવૃત થતા તમામ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવીને તેમના સંસ્મરણો તાજા કર્યા હતા અને એમનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભ કામનાઓ આપી હતી.

નિવૃત્ત નાયબ માહિતી નિયામક શ્રી પંકજભાઈ મોદીએ વિદાય પણ નિવૃત થતા અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. આ વેળા એ માહિતી ખાતામાંથી નિવૃત થનાર સૌ કર્મીઓને તેમના નિવૃતિના મળવા પાત્ર તમામ લાભોના આદેશો નિવૃતિના દિવસે જ આપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.