Western Times News

Gujarati News

બન્ને રેલ્વે ગરનાળાઓ પાણીથી ઉભરાતા વાહનો અટવાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે બન્ને રેલવે ગરનાળાઓમાં આજે ઘુંટણથી ઉપરસમા પાણી ભરાતા એક તરફથી બીજી તરફ જવા આવવા વાળા વાહન ચાલકો અને લોકો કલાકો સુધી અટવાયા હતા.

ચોમાસાની શરુઆતેજ અત્રેથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલ્વે લાઈન પરના ઘણા ગરનાળાઓમાં પાણી ભરાતા લોકોએ ભારે યાતના ભોગવવાનો વારો આવ્યો હતો.

સારસા બસ સ્ટેન્ડ નજીક મુખ્ય ધોરીમાર્ગને ગામના રસ્તા સાથે જાેડતા ગરનાળામાં ઘુંટણથી ઉપર સુધીનું પાણી ભરાતા એક તરફથી બીજી તરફ જવા આવવા વાળા વાહનચાલકો અને સ્થાનિક લોકોને કલાકો સુધી અટવાવું પડ્યું હતું.જ્યારે સારસા ગામના ગુલિયાપરા ફળિયા નજીક મુખ્ય ધોરીમાર્ગને ઉમધરા સંજાલી પંથકના ગામો સાથે જાેડતા રસ્તા પરના ગરનાળામાં પણ પાણીનો મોટો જથ્થો જમા થતાં

ઉમધરા સંજાલી તરફ જવા આવવાવાળા વાહનો અને રાહદારીઓ અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસા અગાઉ જ રેલવે દ્વારા ગરનાળાઓ નું નીચેનું લેવલ પાણી નીકળવાના રસ્તાને સમાંતર બને એ રીતની કામગીરી કરવામાં આવી હતી.પરંતું એ કામગીરી પોકળ સાબિત થઈ હતી અને રેલ્વે સત્તાવાળાઓનો અણઘડ વહિવટ સામે આવ્યો હતો.ઉમધરા સંજાલી તરફ જવાવાળા કેટલાક વાહન ચાલકો ઉમલ્લા થઈને લાંબો ચક્રાવો લઈને જતા પણ નજરે પડ્યા હતા.

હજુ ચોમાસાની શરુઆત થઈ છે ત્યારે શરુઆતેજ ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા લોકોમાં રોષ ફેલાયો હતો.ચોમાસા અગાઈ જે કામગીરી રેલવે દ્વારા કરવામાં આવી તેનો કોઈ અર્થ નહિ રહેતા આના પહેલા જે સ્થિતિ હતી તેમાં અત્યાર કરતા ઓછી સમસ્યા દેખાતી હતી એમ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.

ત્યારે રેલ્વે દ્વારા ચોમાસા અગાઉ લાખો રુપિયાનો ખર્ચો કરીને જે કામગીરી કરવામાં આવી તેનો કોઈ અર્થ સર્યો નથી,ઉલટાનું સમસ્યા વધી ગઈ હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું.રેલ્વે સત્તાવાળાઓ દ્વારા ગરનાળામાં ભરાતું પાણી બહાર કાઢવા કોન્ટ્રાક્ટ પણ અપાતા હોવાનું જાણવા મળ્યું હતું,ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની આમા કઈ રીતની ભુમિકા ગણવી એ બાબતે પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.