Western Times News

Gujarati News

મોરા મસ્જિદ ફળિયામાંથી ગૌ-માંસના જંગી જથા સાથે ૧૭ આરોપીઓ ઝડપાયા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મોરવા હડફ તાલુકાના મોરા ગામના મસ્જિદ ફળિયામાંથી પોલીસે રેઇડ કરી ૪૭૯ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડયો હતો.ત્યારે આટલી મોટી માત્રામાં માંસ નો જથ્થો નાનકડા ગામમાંથી ઝડપાતા સ્થાનિક રહીશો ની સાથે પોલીસ પણ અવાક થઈ ગઈ હતી.પોલીસે આ મામલે એફ.એસ.એલ.ની મદદ લીધી હતી.

ત્યારે પોલીસે ૧૭ આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ૩ બાળ કિશોર સામે એમ મળી કુલ ૨૦ સામે પોલીસે ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.૧૪,૪૩,૩૮૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરવાહડફ તાલુકાના નાનકડા એવા મોરા ગામના મસ્જિદ ફળિયામાંથી મોરવા હડફ પોલીસે ૪૭૯ કિલો ગૌમાંસ નો જથ્થો ઝડપી પાડયો છે.પોલીસે આ ગુન્હામાં ૧૭ આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ૩ બાળ કિશોર મળી કુલ ૨૦ આરોપીઓએ ભેગા મળી ટેમ્પામાં(જી.જે.૧.સી.ટી.૦૯૧૯) તથા

પીક અપ ડાલામાં ગૌવંશ તેમજ ભેંસ વંશ ટૂંકા દોરડા વડે મુશ્કેટાટ ગળામાં તેમજ પગમાં દોરડા વડે ક્રૂરતાપૂર્વક અને પાણી કે ઘાસચારા ની સુવિધા નહિ રાખી કતલ કરવા માટે ટેમ્પા અને પીક અપ ડાલામાં બાંધી રાખી તેમજ આરોપી ઇલ્યાશ હાજી અબ્દુલ સતાર ગુરજી એ

તેના ઘરમાં ગૌવંશનું છરા અને છરીઓ વડે કતલ કરી ગૌ માંસ પોતાના ઘરમાં તેમજ ફ્રીજમાં, વોશિંગ મશીનમાં તથા ફોર વ્હીલ ગાડીઓમાં ભરી રાખી કુલ ૪૭૯ કિલો ગૌ માંસ જેની કિંમત રૂ.૧,૦૫,૩૮૦ તથા આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની અંગ જડતી માંથી મોબાઇલ ફોન નંગ – ૧૨ જેની કિંમત રૂ.૫૭,૦૦૦ તેમજ ફ્રીઝ નંગ-૧૨ જેની કિંમત ૮૬,૦૦૦ તથા વોશીગ મશીન ૧ જેની કિંમત રૂ.૫ હજાર,

ફોર વ્હીલ ગાડી -૪ જેની કિંમત ૫,૫૦,૦૦૦ તથા ૪૦૭ ટેમ્પો જેની કિંમત રૂ.૨,૫૦,૦૦૦ તથા પીક અપ ડાલું -૧ જેની કિંમત રૂ.૨,૫૦,૦૦૦ તથા બળદ,ગાય,વાછરડા, વાછરડી, પાડા, પાડીઓ એમ મળી કુલ ૧૭ જેની કિંમત રૂ.૪૦,૦૦૦ તેમજ અન્ય સર સામાન મળી કુલ રૂ.૧૪,૪૩,૩૮૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.