Western Times News

Gujarati News

જિલ્લા માહિતી કચેરી,ગોધરાના કોકીલાબેન સુતરીયા વયનિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજાયો

ગોધરા, સરકારી અધિકારી કે, કર્મચારી માટે બે દિવસ અતિ મહત્વના હોય છે. એક જ્યારે તે સરકારી નોકરીમાં ફરજ પર હાજર થાય એ દિવસ અને ૫૮ કે ૬૦ વર્ષે વયનિવૃત્તિ અથવા સેવા નિવૃત્તિનો દિવસ. સરકારી કર્મચારીઓ વયનિવૃત્ત જરુર થતાં હોય છે

પરંતુ, એક મનુષ્ય તરીકે મનુષ્ય કર્મ અને તેમની ફરજમાંથી તેઓ નિવૃત્ત થઈ શકતાં નથી. વિદાયમાન કોઈપણ હોય એ સ્થિતિ જ એવી હોય છે કે, હૃદય ભારે બની જાય. આ દ્રશ્ય ખરેખર અદ્ભૂત હોય છે. એક સરકારી કર્મચારી કે, અધિકારી તરીકે સમગ્ર કાર્યકાળ દરમિયાન ઈમાનદાર ફરજનિષ્ઠ બની રહેવું

ઉપરાંત જવાબદારી તો ખરી જ સાથે ઉત્તરદાયિત્વ પણ નિભાવવું એ સામાન્ય બાબત નથી. કેવી પળો હોય છે એ નિવૃત્તિ સમયની વયનિવૃત્ત થતાં સરકારી કર્મીનું હૃદય ઉપરાંત સાથી કર્મીઓના હૃદય પણ એક પળ માટે થંભી જતા હોય છે! આમ જિલ્લા માહિતી કચેરી ગોધરા ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતા

શ્રીમતી કોકીલાબેન સુતરીયા તા.૩૦/૦૬/૨૦૨૩ના રોજ વયનિવૃત થતા આજ રોજ નાયબ માહિતી નિયામક સુ.શ્રી પારૂલ મણિયારની અધ્યક્ષતામાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.

સુ.શ્રી પારૂલ મણિયારે તેમને નિવૃત્તિ જીવન નિરોગી રહે,સુખમય રહે અને નિવૃતિ જીવનની પળો તેમના પરિવાર સાથે વિતાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વિદાયમાન કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરીના પરિવાર દ્વારા શ્રીમતી સુતરીયાને શ્રીફળ આપી, સાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપીને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.