Western Times News

Gujarati News

સિદ્ધપુર એસ.ટી. ડેપોએ 12 કરોડની આવક વધારી પ્રથમ ક્રમ મેળવ્યો

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

એસ.ટી. ડેપો ખાતે કર્મચારીઓની કામગીરીને ડેપો મેનેજરે બિરદાવી

પાટણ, સિધ્ધપુર ડેપોએ રૂ.૧ર કરોડના વધારા સાથે રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સિદ્ધપુર એસ.ટી. ડેપોની ગતવર્ષ કરતા આ વર્ષની આવકમાં ૧૧ કરોડ ૮૭ લાખનો વધારો થયો છે. સિદ્ધપુર એસ.ટી. ડેપો મેનેજર કેતનભાઈ ચૌધરીની કામગીરી રહી છે. પાલનપુર એસ.ટી. વિભાગીય નિયામક દ્વારા સિધ્ધપુર ડેપો મેનેજરને આ સિદ્ધિ બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

સિદ્ધપુર ડેપો મેનેજર કેતનભાઈ ચૌધરી દ્વારા સિધ્ધપુર અને સરસ્વતિ તાલુકાની મુસાફર જનતાની જરૂરીયાત અને માંગણીઓ મુજબ જુના રૂટોમાં બદલાવ તેમજ કેટલાક નવા રૂટ શરૂ કરી જનતાનો લોકપ્રેમ અને એસ.ટી.માટે સારી રેવન્યુ મેળવી છે.

આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે સિધ્ધપુર એસ.ટી. ડેપો મેનેજર કેતનભાઈ ચૌધરી અને સ્ટાફ દ્વારા સિધ્ધપુર ડેપો ખાતે રપ૦ કરતા વધારે વૃક્ષો વાવવામાં આવ્યા છે જે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેઓને સન્માનિત કરાતા રાજયના મંત્રીમંડળના સભ્યો, રાજકીય આગેવાનો, અધિકારીઓ, સામાજિક કાર્યકરો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને મુસાફર જનતાએ ડેપો મેનેજર કેતનભાઈ ચૌધરીને બીરદાવ્યા હતા.

રાજયમાં આવકની દ્રષ્ટીએ સિધ્ધપુરને અવ્વલ ડેપો તરીકે લાવવા બદલ સિધ્ધપુર એસ.ટી. ડેપો ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓની કામગીરી અને પ્રયાસો સરાહનીય હોવાનું ડેપો મેનેજર ચૌધરીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.