Western Times News

Gujarati News

ઓમ પુરીએ હૉલીવૂડની ૨૦ ફિલ્મોમાં કામ કરી રેકોર્ડ બનાવ્યો

મુંબઈ, ઓમ પુરીએ ગરીબીમાં પોતાનું બાળપણ પસાર કર્યું હતું. પણ તેમણે પોતાની પરિસ્થિતિઓને દોષ આપવાને બદલે હંમેશા મહેનત અને આગળ વધતા રહેવાનું શિખ્યું. આ જ કારણ છે કે, જ્યારે તેમણે બોલીવૂડ ઈંડસ્ટ્રીમાં પગ મુક્યો તહેલકો મચાવી દીધો. આ ઉપરાંત તેમણે કેટલીય હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. Om Puri made a record by working in 20 Hollywood films

ઓમ પુરીએ એક ઈન્ટરવ્યૂ દરમ્યાન ખુલાસો કર્યો હતો. હું ચાની દુકાનમાં ગ્લાસ ધોવાનું કામ કરતો હતો. તે સમયે હું ૬ વર્ષનો હતો. મને આજે પણ તે પાણીનો ડ્રમ અને ટોટી યાદ છે. તે બાદ મેં એક ઢાબામાં કામ કર્યું. જ્યાંથી મને કાઢી મુકવામાં આવ્યો હતો. એક્ટરે આગળ જણાવ્યું કે, તેમણે પંજાબી મીડિયમમાં અભ્યાસ કર્યો હતો.

જ્યારે એક્ટિંગ શિખવા માટે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પહોંચ્યા તો, પાછા પંજાબ આવી જવા માટે વિચારવા લાગ્યા, કેમ કે ત્યાં તેમને અંગ્રેજીમાં અભ્યાસ કરવાનો હતો અને તેમને તો અંગ્રેજી આવડતી નહોતી. એનએસડીમાં ઓમ પુરીએ સમજાવ્યા કે, અંગ્રેજી તો એક ભાષા છે. આપ જેવી રીતે પંજાબી અને હિન્દી બોલો છે, એવી જ રીતે અંગ્રેજી બોલાય છે.

ત્યાર બાદ તેમણે બેત્રણ ટિપ્સ આપી. જેમ કે અંગ્રેજી અખબાર લેવું, જાેર જાેરથી વાંચવું. રેડિયો પર અંગ્રેજી ન્યૂઝ સાંભળવા અને લોકો સાથે અંગ્રેજીમાં વાતો કરવી. તેમને સાંભળો અને બોલવાની કોશિશ કરવી. ઓમ પુરીએ આગળ જણાવ્યું હતું કે, મને કહેવામાં આવ્યું હતું કે, જાે અંગ્રેજી બોલાવામાં ભૂલ થાય તો, શરમાશો નહીં, બેશર્મ થઈને બોલો.

ત્યાર બાદ હું બેશર્મ થઈ ગયો અને મેં અંગ્રેજી શિખી લીધી. ત્યાર બાદ મેં ૨૦ અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું. ઓમ પુરીએ પોતાના કરિયરમાં ‘સિટી ઓફ જૉય’, વુલ્ફ, બ્રદર્સ ઈન ટ્રબલ, દ ઘોસ્ટ એન્ડ દ ડાર્કનેસ, સચ એ લોંગ જર્ની, દ પૈરોલ ઓફિસર, હૈપ્પી નાઉ જેવી ૨૦ ઈંગ્લિશ ફિલ્મોમાં કામ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, ઓમ પુરીનું હાર્ટ અટેકના કારણે ૬ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ નિધન થઈ ગયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.