Western Times News

Gujarati News

NSE IX- SGX: સિંગાપોર અને ભારત વચ્ચે પ્રથમ વાર હાઇ-પર્ફોમન્સ કોરિડોર, નિફ્ટીમાં લિક્વિડિટી વધશે

NSE IX SGX ગિફ્ટ કનેક્ટે સંપૂર્ણપણે કામગીરી શરૂ કરી

  • નિફ્ટી ફ્યુચર્સમાં 5 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.04 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ

એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) અને સિંગાપોર એક્સચેન્જ (SGX ગ્રૂપ)એ આજે NSE IX-SGX GIFT Connect ની કામગીરી સંપૂર્ણ કક્ષાએ શરૂ થઈ હોવાની જાહેરાત કરી હતી. એસજીએક્સનાં ઇન્ટરનેશનલ ક્લાયન્ટ નેટવર્ક દ્વારા નિફ્ટી ફ્યુચર્સમાં 8.05 અબજ ડોલરનાં ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં

1.05 અબજ ડોલરનાં ઓપન ઇન્ટ્રેસ્ટ સાથે અમેરિકન ડોલરનાં ચલણમાં ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. સોમવારે પ્રથમ સેશનમાં બપોરે 3-40 વાગ્યા સુધીમાં 1.13 અબજ ડોલરનું ટર્નઓવર થયું હતું, જે વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોનો ઊંચો વિશ્વાસ વ્યક્ત કરે છે.

ભારતનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો અંદાજ છે ત્યારે Connect આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ભારતીય ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાનો ઇનોવેટિવ વિકલ્પ પૂરો પાડે છે. ગિફ્ટ Connect આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને પ્રકારનાં રોકાણકારોને એક કરે છે, લિક્વિડિટી પુલ વધારે છે.

અને તેનાંથી રોકાણકારો માટે નિફ્ટી પ્રોડક્ટ્સનો વ્યાપ વધ્યો છે. અમેરિકન ડોલરનાં ચલણમાં નિફ્ટી ઇક્વિટી ડેરિવેટિવ્ઝનાં ટ્રેડિંગ અને મેચિંગ ગિફ્ટ સિટીમાં થશે અને કોન્ટ્રાક્ટ્સનું ક્લિયરીંગ અને સેટલમેન્ટ સિંગાપોરમાં SGX દ્વારા કરવામાં આવશે.

નેશનલ સ્ટોક એક્સેચન્જ (NSE) અને એસજીએક્સ ગ્રૂપ 22 વર્ષ જૂનો સંબંધ ધરાવે છે. આજે બંને એક્સચેન્જોએ બંને માર્કેટ વચ્ચે સરહદપારનાં સહકારને પ્રોત્સાહન આપવા અને નવી પ્રોડક્ટ વિક્સાવવાની તકો ચકાસવા જોડાણ  કર્યું છે. NSE IX-SGX GIFT Connect ઇન્ટરનેશનલ ફાઇનાન્સ માર્કેટ સાથે ગિફ્ટ સિટી ઇકોસિસ્ટમનું એકીકરણ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. આનાથી આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગિફ્ટ સિટી ખાતે ભારતીય પ્રોડક્ટ્સનું જીવંત અને પ્રવાહી બજાર ઉપલબ્ધ રહેશે.

NSE IX-SGX GIFT Connectના સરળ અમલીકરણ માટે અને NSE IX તથા SGX ગ્રૂપને સતત માર્ગદર્શન અને સહયોગ કરવા બદલ અમે ભારત સરકાર, સિંગાપોર અને ગુજરાત સરકાર, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ, સેન્ટર્સ ઓથોરિટી એન્ડ મોનિટરી ઓથોરિટી ઓફ સિંગાપોર જેવા નિયમનકારો તથા ગિફ્ટ સિટીનાં સત્તાવાળાઓનો હૃદયથી આભાર માનીએ છીએ.

ગિફ્ટ નિફ્ટી કોન્ટ્રાક્ટ્સ લગભગ 21 કલાક માટે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હોય છે જેમાં એશિયા, યુરોપ અને અમેરિકાના ટ્રેડિંગ કલાકોને આવરી લેવામાં આવે છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ઓપ્શન્સ માટેનાં ટ્રેડિંગ કલાકો નીચે પ્રમાણે છેઃ

સેશન્સ ઇન્ડેક્સ ફ્યુચર્સનો સમય (IST) ઇન્ડેક્સ ઓપ્શનનો (IST)
સેશન-1  
પ્રિ-ઓપન ઓપન ટાઇમ 06:15 hrs.
પ્રિ-ઓપન ક્લોઝ ટાઇમ 06:25 hrs.
નોર્મલ માર્કેટ ઓપન ટાઇમ 06:30 hrs. 06:30 hrs.
નોર્મલ માર્કેટ ક્લોઝ ટાઇમ 15:40 hrs. 15:40 hrs.
પ્રિ-ક્લોઝ ઓપન ટાઇમ 15:45 hrs.
Pre-Close Close Time પ્રિ-ક્લોઝ ક્લોઝ ટાઇમ 15:50 hrs.
Pre-Close End Time પ્રિ-ઓપન એન્ડ ટાઇમ 15:55 hrs.
સેશન-2  
પ્રિ-ઓપન ઓપન ટાઇમ 16:25 hrs.
પ્રિ-ઓપન ક્લોઝ ટાઇમ 16:31 hrs.
નોર્મલ માર્કેટ ઓપન ટાઇમ 16:35 hrs 16:35 hrs
નોર્મલ માર્કેટ ક્લોઝ ટાઇમ 02:45 hrs. (બીજા દિવસે) 02:45 hrs. (બીજા દિવસે)

 

આ પ્રસંગે ટિપ્પણી કરતાઃ

IFSCAના ચેરમેન ઇન્જેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, “NSE IX – SGX GIFT Connect અલગ અલગ દેશોનાં બે એક્સચેન્જ કઈ રીતે દ્વિપક્ષીય લાભ માટે જોડાણ કરી શકે તેનું ઉમદા ઉદાહરણ છે. રીબ્રાન્ડેડ ગિફ્ટ નિફ્ટીથી ગિફ્ટ IFSCનું સંપૂર્ણ માઇગ્રેશન એનએસઇ IX એક્સચેન્જમાં નિફ્ટી પ્રોડક્ટ્સ માટે ઇન્ટરનેશનલ લિક્વિડિટી પુલ મજબૂત કરશે અને GIFT-IFSC ને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ તરીકે વેગ આપશે.”

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ જણાવ્યું હતું કે, “આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ ઝડપથી વૃધ્ધિ પામી રહેલા વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે ગિફ્ટ  સિટીનાં કદને મજબૂત કરે છે એટલું જ નહીં પણ ભારતને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સમાં ટોચની સ્થિતિમાં લાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપેક્ષાને પણ અનુરુપ છે.

ગિફ્ટ સિટીમાંથી ઓફશોરમાંથી ઓનશોર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતાનું આ પ્રમાણ છે. એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ટ્રેડિંગ કલાકો લંબાવવાથી અને અમેરિકન ડોલરના ચલણમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝનાં એક્સ્લુઝિવ ટ્રેડિંગથી વિશિષ્ટ વૈશ્વિક રોકાણકારો આકર્ષાશે અને ઝડપી ગતિએ આર્થિક વૃધ્ધિ થશે.

વૈશ્વિક બજારોમાં સરળતાથી પ્રવેશ અને ઇનોવેશન કલ્ચરને વેગ આપીને આ નવી શરૂઆત વાઇબ્રન્ટ ફાઇનાન્સિયલ પાવરહાઉસ તરીકે ઊભરવામાં ભારતને મદદ કરશે.”

MASના એક્ઝિકયુટિવ ડિરેક્ટર (માર્કેટ્સ પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટ) અબિગેઇલ એનજીએ જણાવ્યું હતું કે, “NSE IX-SGX GIFT Connectનાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થવા પ્રસંગે અમે એનએસઇ અને SGX ગ્રૂપને અભિનંદન પાઠવીએ છીએ. આ સીમાચિહ્ન સમાન પહેલનો મજબૂત પ્રારંભ બંને એક્સચેન્જ વચ્ચેનાં મજબૂત જોડાણનું પ્રમાણ છે અને ભારત અને સિંગાપોરનાં મૂડી બજારો વચ્ચે ઊંડી કનેક્ટિવિટી હાંસલ કરવા નાણાકીય સહકાર વધારવામાં રોમાંચક અને નવા સીમાચિહ્નનો પ્રારંભ છે.”

એનએસઇના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, “આજે એસજીએફ નિફ્ટીનું ગિફ્ટ નિફ્ટીમાં શિફ્ટિંગ ભારતીય મૂડી બજાર માટે યાદગાર પ્રસંગ છે કારણ કે ગિફ્ટ IFSC હવે વિશ્વનાં રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવા સત્તાવાર પ્રવેશદ્વાર બની ગયું છે. આ અમારું બહુ જૂનું સ્વપ્ન હતું જે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે સાકાર થયું છે.

NSE IX – SGX GIFT Connect સંપૂર્ણપણે કાર્યાન્વિત થવું અને ઓનશોરિંગ નિફ્ટી કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ કરવું એ અમારા માટે ગૌરવની વાત છે. Connect એ ભારત તથા વિશ્વ વચ્ચે તકો, ઇનોવેશન અને અતુલનીય પ્રવેશનાં પ્રતીક સમાન ઘટના છે. અમે SGX ગ્રૂપ સાથે અમારી વર્ષો જૂની વ્યૂહાત્મક ભાગીદારીનું વિસ્તરણ કરવા આતુર છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના પ્રમાણે નાણાકીય વિશ્વમાં ‘પ્રાઇસ સેટર’ બનવું એ ભારત માટે મહત્વનું ડગલું છે. ભારત અને સિંગાપોરની સરકારો, નિયમનકારો, બંને એક્સેચેન્જ અને ગિફ્ટ સિટીની ચોક્સાઈપૂર્વકની તૈયારી અને કઠિન મહેનતનાં પરિણામે આ સપનું સાકાર થયું છે. અમારાં બ્રોકર મેમ્બર્સ અને એસજીએક્સ મેમ્બર્સે પણ આ સીમાચિહ્ન હાંસલ કરવા કઠિન મહેનત કરી છે. હું એ તમામનો સહયોગ આપવા બદલ આભાર માનું છું અને આ યાત્રા બહુ દૂર સુધી જાય તે માટે આશાવાદી છું.

NSE IXના એમડી અને સીઇઓ વી બાલાસુબ્રમણિયમે જણાવ્યું હતું કે, અમને એ વાતનો રોમાંચ છે કે, એસજીએક્સ ગ્રૂપ અને એનએસઇ IX વચ્ચેનું ગિફ્ટ Connect  હવે સંપૂર્ણપણે લાઇવ થયું છે અને બંને પક્ષો માટે લાભકર્તા આ ભાગીદારી માટે આશાવાદી છીએ.

આનાથી ભારતનાં ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ પર ઓફશોર કોન્ટ્રાક્ટ્સનાં ઓનશોરિંગને વેગ મળશે. NSE IX આ વર્ગમાં સર્વશ્રેષ્ઠ ટ્રેડિંગ, ક્લિયરીંગ અને સેટલમેન્ટ ઇન્ફાસ્ટ્રક્ચર પૂરું પાડવા વિશ્વભરનાં પાર્ટિસિપન્ટ્સ સાથે કામ કરશે. આ Connect હાંસલ કરવામાં મદદ કરવા બંને દેશોની સરકારો અને નિયમનકારોનાં આભારી છીએ.”

એસજીએક્સ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ લોહ બુન ચાઇએ જણાવ્યું હતું કે, “નિફ્ટી માટે અનોખાં પ્રકારનાં Connect દ્વારા એશિયાનાં સૌથી રોમાંચક બજારોમાં પ્રવેશ સરળ કરવા આંતરરાષ્ટ્રીય રોકાણકારોને મદદ કરવા અમે રોમાંચ અનુભવીએ છીએ. સ્થાપના થઈ ત્યારથી આ ચીલો ચાતરતી પહેલ રહી છે અને સતત પ્રતિબધ્ધતા અને મદદ કરવા બદલ અમે એનએસઇ તથા ભારતમાં અન્ય પાર્ટનર્સનો આભાર માનીએ છીએ. અમે અમારી પ્રોડક્ટ્સને વૈશ્વિક રોકાણકારો સુધી લઈ જવા આશાવાદી છીએ.”

એસજીએક્સ ગ્રૂપના સિનીયર મેનેજિંગ ડિરેક્ટર અને હેડ ઓફ ઇક્વિટીઝ માઇકલ સાઇને જણાવ્યું હતું કે, આજે એસજીએક્સ ગ્રૂપ અને એનએસઇ વચ્ચેની લાંબી ભાગીદારીમાં ઐતિહાસિક સીમાચિહ્ન છે અને નિફ્ટી માટે નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે. આ ઇનોવેટિવ પ્રારંભ યુનિફાઇડ લિક્વિડિટી પુલ રજૂ કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ભાગીદારી સાથે આવી છે, આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે પ્રોડક્ટ્સનું  વિસ્તરણ થયું છે અને નિફ્ટીમાં વ્યાપક વૃધ્ધિ માટે તખ્તો ઘડાયો છે.

એસજીએક્સ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ચીન, જાપાનનાં પોર્ટફોલિયો અને ક્લાઇમેટ સંબંધિત પ્રોડક્ટ્સ દ્વારા એશિયામાં રોકાણની તક પૂરી પાડે છે અને રોકાણકારો તમામ પ્રોડક્ટ્સમાં ક્રોસ માર્જિન અને રિસ્ક મેનેજમેન્ટનાં લાભો લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.