Western Times News

Gujarati News

લખનઉમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Files Photo

નવી દિલ્હી, પટનાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું લખનઉમાં એક યાત્રીની તબિયત અચાનક બગડતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેન બપોરે ૨.૪૫ કલાકે અમૌસી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ત્યારબાદ પેસેન્જરને એપોલો મેડિક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્લેને સાંજે ૪.૧૬ કલાકે દિલ્હી માટે ઉડાન ભરી શકે છે.

અમૌસી એરપોર્ટ પર એક મુસાફરની તબિયત બગડતાં પટનાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાન લખનૌ એરપોર્ટ પર લગભગ દોઢ કલાક સુધી ઊભું રહ્યું હતું.

મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ-૨૩૦૩ પટનાથી દિલ્હી જઈ રહી હતી. પેસેન્જરની હાલત જાેઈને પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલ લખનઉ પાસે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. જેને પગલે બપોરે ૨ઃ૪૫ વાગ્યે વિમાનના લેન્ડિંગ પર એરપોર્ટ પર તૈનાત ડોક્ટરોએ તપાસ કરી હતી. ત્યારબાદ પેસેન્જરને એપોલો મેડિક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિમાને ૪ઃ૧૬ વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરી હતી.

મુસાફરનું નામ મોહમ્મદ શબ્બીર રહેમાન હતું. તપાસમાં તેનું બ્લડ પ્રેશર ઓછું જણાયું હતું. શરીરમાં નબળાઈની સાથે પાણીની ઉણપ પણ જાેવા મળી હતી. બીજી તરફ, વિલંબને કારણે દિલ્હી એરપોર્ટ પર રાહ જાેઈ રહેલા ઘણા મુસાફરો અને તેમના સંબંધીઓ પણ પરેશાન જાેવા મળ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.