Western Times News

Gujarati News

ક્રેડીટ કાર્ડ વાપરનારા આટલું કરશે તો છેતરપિંડીથી બચી જવાશે

પ્રતિકાત્મક

ગુજરાતના ૧૪૦૦૦ નાગરીકો ક્રેડિટ કાર્ડની છેતરપિંડીનો ભોગ બન્યા -ખરીદી કરીને એપમાં જઈને વધારાની લિમીટને ડીસેબલ કરવી જાેઈએ

(એજન્સી)અમદાવાદ, ક્રેડીટ અને ડેબીટ કાડ ડાર્ક વેબ પર લીક થતા હોવા છતાં ઘણા નાગરીકોને થોડી સાયબર સાવચેતી દાખવીીને રોકી શકાય તેનો હજુપણ ખ્યાલ આવતો નથી. સીઆઈડી ક્રાઈમ દ્વારા રજુ કરાયેલા આંકડા અનુસાર આશરે ૧૪,૭રપ જેટલા ગુજરાતીઓને તેમની બચત કે ક્રેડીટ આવી છેતરપીડીઓ મારફતે ગુમાવી છે. સીઆઈડી જાણકારી નાગરીકોને વિવિધ બેઠકોનું આયોજન કરીનીે આપવામાં આવી રહી છે.

જાન્યુઆરી ર૦ર૦ થી દરેક બેકો આરબીઆઈની માર્ગદર્શીકા પર કામ કરતા દરેક કાર્ડધારકોને આંતરરાષ્ટ્રીયય અને ઘરેલું વેબસાઈટસ અને પોઈન્ટ ઓફસેલ મશીન્સ પીઓએસ ઓનલાઈન ઉપયોગ માટે ઈેમનલ કે ડીસેબલ કરવાની તેમજ બેકની એપ પર જઈને પોતાની લીમીટ વધારવાની મંજુરી આપી છે. ત્યારે ર૦રર થી આ પ્રકારની છેતરપિંડીઓમાં વધારો થયો હોવાનું સીઆઈડી ક્રાઈમના ધ્યયાને આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તમે જાે કોઈ ઓનલાઈન અથવા કોસ્મેટીકસની તમારા ડેબીટ કે ક્રેડીટ કાર્ડ દ્વારા ખરીદી કરો છો તો તે પછી તાત્કાલીકી બેકની એપમાં જઈને ઘરેલુું ઓનલાઈન વ્યવહારોને સુરક્ષા માટે ઓફ કરી દેવા જાેઈએ. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર મેળવવામાં આવેલી અનેક ફરીીયાદોને આધારે સીઆઈડીી અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, અમદાવાદ ૩,૯૯૭ ફરીયાદો સાથે ટોચ પર છે. ત્યાર બાદ સુરત ર,૯૧૭ અને વડોદરા ૧,૩૩૯ ફરીયાદો ધરાવે છે.

અધિકારીઓના અનુસાર અનેક પ્રકારની જાગૃતિ છતાં ખરીદદારો શંકાસ્પદ લીક પર કિલક કરે છે. અને નકામો સોફટવેર ડાઉનલોડ થઈ જાય છે. અને તેમના ફોન હેક થઈ જાય છે. જે તે વ્યકિતએ ચોકકસ કંપનીઓની વેબસાઈટ પર જઈને ખાતરી કરવી જાેઈએ કે લલચામણી જાહેરાતો કરવામાં આવી છે કેમ ?

પોલીસે ગાળીયો વધુ કસતા હવે સાયબર અપરાધીઓ વધુ ચાલાક બની ગયા છે. આ પ્રકારની બેઠક કરવાથી મહદઅંશે સાયબર ગુન્હાઓ રોકી શકાયો એમ એક વરીષ્ઠ અધિકારીઓ જણાવ્યું હુતં. નોધનીય છેકે તાજેતરમાં જ અમદાવાદમાં મોટા ઉધોગપતીના ખાતામાંથી ગઠીયાઓ રૂ.૧૪ લાખ ચાઉ કરી ગયા હતા. આ સિવાય પણ ગુજરાતના વિવિધ શહેરોમાંથી આ પ્રકારની છેતરપિંડીના અનેક કિસ્સાઓ આવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.